Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

જમ્મુ-કાશ્મીરમાં ટ્રાફિક પોલીસે સાઇન-બોર્ડ લગાવ્યું છે, પીતી વખતે મોબાઇલનો વપરાશ ન કરવો

જાહેર સુચનાઓમાં જયારે જોડણીની ભુલ થાય ત્યારે કાં હાસ્યની છોળો ઉડે કાં અર્થનો અનર્થ થઇ જતો હોય છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની ટ્રાફિક પોલીસે પણ આવો જ કંઇક છબરડો વાળ્યો છે. ઘણા દિવસો પહેલાં કાશ્મીરને પુંછ સાથે જોડતા હાઇવે મુગલ રોડ પર એક સાઇન-બોર્ડ લગાડવામાં આવ્યું હતું. એમાં ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન ન યુઝ કરવો એવી સુચના આપવી હતી, પણ ડ્રાઇવિંગને બદલે લખાઇ ગયું ડ્રિન્કિંગ, ડોન્ટ યુઝ મોબાઇલ ફોન વ્હાઇલ ડ્રિન્કિંગ. ઘણા દિવસોથી મુગલ રોડ પર આ પાટિંયુ લાગેલું છે અને છતાં કોઇનું એની પર ધ્યાન ગયું જ નહીં. આખરે સોશ્યલ મીડિયામાં આ  પાટિયું વાઇરલ થતાં એ કયાનું છે અને કેમ આવું છે એની તપાસ નીકળી. જમ્મુ-કાશ્મીરની પોલીસે તપાસનો આદેશ આપીને છેક હવે એ સાઇન-બોર્ડ હટાવવાની સુચના આપી હતી.

કાશ્મીર ઘાટીમાં થતાં આતંકવાદી હુમલાઓ પછી જમ્મુ-કાશ્મીર પ્રશાસને પહેલી વાર મુગલ રોડને વૈકલ્પિક માર્ગ તરીકે વાપરવાની છુટ આપી છે. અમરનાથ યાત્રીઓ પણ આ રૂટ વાપરી શકશે.

(12:44 pm IST)