Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાષ્ટ્રપતિ કોવિંદનું સંસદની સંયુકત બેઠકને સંબોધનઃ ન્યુ ઈન્ડીયાનો એજન્ડા રજુ કર્યો

આવતા પાંચ વર્ષમાં મોદી સરકાર શું - શું કરવાની છે તેની ઝલક રજુ કરી

નવી દિલ્હી, તા. ૨૦ :. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠકને સંબોધન કર્યુ છે. જેમાં તેમણે 'ન્યુ ઈન્ડીયા'નો એજન્ડા રજુ કર્યો છે. તેમના સંબોધનથી જણાય છે કે આવતા પાંચ વર્ષમાં મોદી સરકાર કયા ટ્રેક ઉપર ચાલશે. તેમણે પોતાના સંબોધનમાં મોદી સરકારની નીતિઓ અને એજન્ડા સૌની સમક્ષ રજુ કર્યા હતા.

આજે સવારે ૧૧ વાગ્યે તેમણે પોતાનું સંબોધન શરૂ કર્યુ હતું. જેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા છે. તેમના પ્રવચન બાદ તેમના પ્રવચનને સંસદની મેજ પર રાખવામાં આવશે. જેના પર સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો ચર્ચા કરશે. રાષ્ટ્રપતિના પ્રવચન પર ધન્યવાદ પ્રસ્તાવ પણ રજુ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવચનમાં ન્યુ ઈન્ડીયાનું સરકારે જે સપનુ જોયુ છે તેની રૂપરેખા રજુ કરી હતી. જેમાં દરેકને રોજગાર, દરેકના ઘરે પાણી, દરેકને સ્વાસ્થ્ય અને ખેડૂતોની બમણી કરવાની બાબતોનો સમાવેશ થતો હતો. રાષ્ટ્રપતિએ આવતા પાંચ વર્ષમાં મોદી સરકાર કયા - કયા પગલા લેવાની છે ? તેની ઝલક આપી હતી.(૨-૧)

(10:08 am IST)