Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ઇ વ્હીકલને ઉતેજન આપવા મોદી સરકારનો મોટો નિર્ણંય :રજીસ્ટ્રેશન ફી માફ કરાઈ

દ્વિચક્રી, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ઇલેક્ટ્રીક અથવા બેટરી ઓપરેટેડ વાહનની રજીસ્ટ્રેશન ફી નહીં ચૂકવવી પડે

 

નવી દિલ્હી : વહિકલને ઉતેજન આપવા મોદી સરકારે મોટો નિર્ણંય કર્યો છે મોદી સરકારે વ્હીકલને ઉત્તેજન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારનાં નિર્ણય અનુસાર e-vehicle ની ખરીદી પર રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે. એટલું નહી વ્હીકલની નોંદણી ફરી વાર કરી રહ્યા છો તો  રજીસ્ટ્રેશન ફી પણ નહી ચુકવવી પડે.

   બેટરી ઓપરેટેડ વાહનો પર રજીસ્ટ્રેશન ફી રદ્દ કરવામાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માંગે છે. એવા વાહનો પર રજીસ્ટ્રેશન ચાર્જ હટાવવા મુદ્દે માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન પણ ઇશ્યું કર્યું હતું. નવા નિયમ અનુસાર તમામ પ્રકારનાં ઇલેક્ટ્રીક વ્હીકલ જેવા દ્વિચક્રી, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ઇલેક્ટ્રીક અથવા બેટરી ઓપરેટેડ વાહનો ખરીદવા અંગે હવે રજીસ્ટ્રેશન ફી નહી ચુકવવી પડે.
   
મોદી સરકારે ટોપ એજન્ડામાં દેશમાં ઇલેક્ટ્રીક વાહનોને ઉત્તેજીત કરવાનો છે. કારણ છે કે સરકારે વ્હીકલ મુદ્દે મોટા લક્ષ્ય પણ નિર્ધારિત હોય છે. સરકારે નિશ્ચય કર્યો કે દેશમાં 2023 સુધી થ્રી વ્હીલર અને 2025 સુધીમાં દ્વિચક્રી વાહનોનાં વેચાણ પણ નથી કરવા માંગતી
   કારણ છે કે મોદી સરકાર એક પછી એક આકરા નિર્ણયો લઇ રહી છે અને દિશામાં પગલા પણ ઉઠાવી રહી છે. હાલમાં પીએમઓએ પણ સલાહ આપી હતી કે, દેશમાં તમામ ઇલેક્ટ્રીક થ્રી વ્હીલર પર નંબર પ્લેટને ફરજીયાત કરવામાં આવવું જોઇએ. માર્ગ પરિવહન મંત્રાલયે વ્હીકલ થ્રી વ્હીલરની નંબર પ્લેટની લીલી અને સફેદ રંગની હોવા મુદ્દે આદેશ પહેલા ઇશ્યું કર્યું હતું.

(12:00 am IST)