Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વિવાદી ઇસ્લામી ધર્મગુરૂ ઝાકીર નાઇકને મની લોન્ડરિંગ મામલે ફટકાર: 31મી જુલાઈએ કોર્ટમાં હાજર થવા આદેશ

ઇડીએ ઝાકીર નાઇક વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટની અરજી દાખલ કરી હતી.

 

નવી દિલ્હી : વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મગુરૂ ઝાકીર નાઇકને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અદાલતે ફટકાર લગાવી છે અદાલતે ઝાકીર નાઇકને 31 જુલાઇ સુધીમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.સાથે કોર્ટે જણાવ્યું કે જો ઝાકીર નાઇક હાજર નહીં થાય તો તેમના વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવશે.

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ ઝાકીર નાઇક વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટની અરજી દાખલ કરી હતી.જેના પર સુનાવણી હાથ ધરતા કોર્ટે આદેશ આપ્યો હતો ઝાકીર નાઇક પર 193.06 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ છે.

 ધરપકડના ડરથી તે વર્ષ 2016માં મલેશિયા નાસી છૂટ્યો હતો.નાઇક વિરૂદ્ધ એન્ટી-ટેરર કાનૂન અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જૂન-2017માં કોર્ટે નાઇકને અપરાધી જાહેર કર્યો હતો

   ભારત છેલ્લા 3 વર્ષથી ઝાકીર નાઇકના પ્રત્યાર્પણના પ્રયાસો કરી રહ્યું છે. ઇડીએ ગત મહિને દેશના અનેક શહેરોમાં સ્થિત નાઇકની સંપત્તિઓ અને બેંક એકાઉન્ટમાં જમા થયેલા રૂપિયા જપ્ત કર્યા હતા

(12:35 am IST)