Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

' એક દેશ એક ચૂંટણી ' મામલે મોટાભાગની પાર્ટીના સમર્થનનો સરકારનો દાવો

નિયુક્ત કમિટી સરકારને રિપોર્ટ સોંપશે :કોંગ્રેસ સહિતના વિપક્ષ બેઠકથી અળગા :ડાબેરીઓના વિચારોમાં મતભેદ

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી મુદ્દે સર્વદળીય બેઠક મળી હતી તમામ રાજકીય પક્ષના નેતાઓને આમંત્રિત કરાયા હતા જોકે કોંગ્રેસ સહિતના પક્ષોએ બેઠકમાં ભાગ લીધો નહોતો ત્યારે એક દેશ એક ચૂંટણી મામલે મોટા ભાગના પક્ષોનું સમર્થન હોવાનો સરકારે દાવો કર્યો છે

  જોકે મુદ્દાને લઈ એક કમિટી બનાવવામાં આવશે. જે દરેક પક્ષ પર વિચાર કરીને પોતાનો રિપોર્ટ સોંપશે તેવો નિર્ણય બેઠકમાં થયો હતો

   બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે બેઠકમાં 24 પાર્ટીઓનું પ્રતિનિધિત્વ હતું

  તેમણે કહ્યું કે લગભગ દરેક પાર્ટીઓએએક દેશ-એક ચૂંટણીમુદ્દે સમર્થન આપ્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે બેઠકમાં માત્ર સીપીઆઈ અને સીપીએમે અમલમાં મૂકવાની આશંકા જાહેર કરી છે. જોકે, બન્ને પાર્ટીઓએ સકારાત્મક દ્રષ્ટિકોણ દાખવ્યો છે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે સરકાર દ્વારા 40 પાર્ટીઓને બેઠક માટે આમંત્રિત કરાઈ હતી જેમાં કોંગ્રેસ, એસપી, બીએસપી, આમ આદમી પાર્ટી, ટીએમસી જેવી અનેક પાર્ટીઓએ બેઠકમાં હાજરી આપી નહોતી.

  રાજનાથ સિંહે કહ્યું કે,’મોટાભાગના સભ્યોએ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પોતાનું સમર્થન આપ્યું છે.’ સીપીઆઈ-સીપીએમ તરફથી થોડા વિચારોમાં મતભેદ છે. તેમની ચિંતા વાત પર હતી કે કેવી રીતે શક્ય બનશે. જોકે, તેમણે મુદ્દાનો વિરોધ નહોતો કર્યો. તેમણે માત્ર અમલમાં મૂકવાને લઈને ચિંતા જાહેર કરી હતી.’

  સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે બેઠકમાં નિર્ણય પણ લેવામાં આવ્યો કે સંબંધમાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જે નિર્ધારીત સમયમર્યાદામાં દરેક પક્ષ પર વિચાર કરીને પોતાના સૂચન આપશે.

  રાજનાથ સિંહે કહ્યું કે,‘ બેઠક દરમિયાન પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે બેઠકમાં રજૂ કરવામાં આવેલા મુદ્દે સરકારનો એજન્ડા નથી પરંતુ દેશનો એજન્ડા છે. રાજનાથ સિંહે કહ્યું કે દરેક દળનો વિશ્વાસ લઈને અમે આગળ વધીશું. જો વિચારમાં કોઈ મતભેદ રહેશે તો તેમનું પણ સન્માન કરવામાં આવશે.
 
બેઠકમાં એક દેશ-એક ચૂંટણી સાથે અનેક બીજા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે બેઠકમાં સંસદની પ્રોડક્ટિવિટી વધારવાને લઈને સભ્યોની સામાન્ય સલાહો પણ હતી. બેઠકમાં હાજર રહેલા સભ્યોનું માનવું હતું કે સંસદમાં સંવાદ અને વાર્તાલાપનું વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ. પણ આશા વ્યક્ત કરવામાં આવી કે 17મી લોકસભાના લગભગ અડધા સભ્ય એવા છે. જે પહેલીવાર ચૂંટાઈને આવ્યા છે અને તેઓ સાર્થક સંવાદની ભાવના આગળ વધારશે.

     દરમિયાન વડાપ્રધાને કહ્યું કે પાણીનો પ્રબંધ કરવો એક પડકાર છે. જેને અમારી સરકારે સ્વીકાર કર્યો છે. પાણી બચાવવું મુશ્કેલી સામે બચવાનો રસ્તો છે. જે ઉપરાંત તેમણે કહ્યું કે ગાંધીની જયંતીના 150 અને આઝાદીના 75 વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં કોઈ ઈવેન્ટ નથી. ગાંધીજી દેશવાસીઓ માટે એટલા પ્રાસંગિક છે, જેટલા આઝાદીના સમયે હતાં. પીએમે સ્વચ્છતા અભિયાન સંબંધિત પણ ચર્ચા કરી હતી.

   સર્વદળીય બેઠકમાંથી કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો દૂર રહ્યાં હતાં. કોંગ્રેસે બેઠકમાં આવવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો તો, બીએસપી અધ્યક્ષ માયાવતી, ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પણ બેઠકથી દૂર રહ્યાં હતાં. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે જો ઈવીએમ મુદ્દે સર્વદળીય બેઠક થઈ હોત તો એમણે જરુર હાજરી આપી હોત. એસપીએ કહ્યું હતું કે તે મુદ્દે પોતાનો વિરોધ નોંધાવે છે.

(12:33 am IST)
  • બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદે વિરામ લીધો છે. આ દરમિયાન બનાસકાંઠાના થરાદમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે ર૪ કલાક દરમિયાન ગુજરાત રાજયનાં ૪૭ તાલુકામાં સામાન્ય વરસાદ પડયો છે access_time 3:45 pm IST

  • જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસ : સંજીવ ભટ્ટ-પ્રવિણસિંહ ઝાલા ૩૦૨ના ગુન્હામાં દોષિત જાહેરઃ આજીવન કેદની સજા કાયમ : જામનગર મુખ્ય સેશન્સ અદાલતના ન્યાયાધીશ ડી.એમ. વ્યાસે આપેલો ચૂકાદોઃ તમામ ૭ આરોપી દોષિત જાહેરઃ ૩૨૩ મુજબ સજા કાયમ access_time 11:25 am IST

  • ભારતની ઓપનિંગ બેટિંગનું લેફટ- રાઈટ કોમ્બિનેશન ખોરવાયું: શિખર ધવન વર્લ્ડકપમાંથી બહારઃ અંગુઠાની ઈજાના કારણે ધવન બહારઃ ઋષભ પંત ધવનને રિપ્લેશ કરશે access_time 11:26 am IST