Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કોંગ્રેસમાં નવો વિવાદ :પાર્ટી લાઈનથી અલગ મિલિંદ દેવડાએ કર્યુ 'વન નેશન વન ઈલેક્શન 'નું સમર્થન

કોંગ્રેસમાં નવો વિવાદ :પાર્ટી લાઈનથી અલગ મિલિંદ દેવડાએ કર્યુ 'વન નેશન વન ઈલેક્શન 'નું સમર્થન ભારતીય મતદાતા રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અંતર રાખી શકે છે

મુંબઈ :કોંગ્રેસમાં નવો વિવાદ થયો છે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિન્દ દેવડાએ પીએમ મોદીના એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપ્યું છે

   વડાપ્રધાનર મોદીનાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે સર્વપક્ષીય બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસે સામેલ થયું નથી ત્યારે કોંગ્રેસનાં મુંબઈનાં અધ્યક્ષ મિલિંદ દેવડાએ પીએમ મોદીનાં આ વિઝનના વખાણ કર્યા હતા.

   મિલિંદે પાર્ટીનાં વિરોધ છતાં મુદ્દે સમર્થન આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. જોકે, દેવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુકે, 70 વર્ષની ચૂંટણી યાત્રાએ અમને શીખવાડ્યુ છેકે,ભારતીય મતદાતા રાજ્ય અને કેન્દ્રની ચૂંટણીમાં અંતર રાખી શકે છે. આપણા લોકતંત્રની આ જ સુંદરતા છેકે આપણે આવું વિચારી શકીએ છીએ.

(10:13 am IST)