Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્કના ઉપક્રમે ૨૩ જુનના રોજ ઉજવાનારા આંતર રાષ્ટ્રિય યોગા દિનનું આજ ૧૯ જુન ૨૦૧૯ના રોજ રિહર્સલઃ TVAsia ઓડીટોરીયમ, એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારા રિહર્સલ બાદ ડિનરનું આયોજનઃ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનારને પ્રવેશ

 

દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક, તથા ફ્રેન્ડસ ઓફ યોગાના સંયુકત ઉપક્રમે આગામી ૨૩ જુન ૨૦૧૯ રવિવારના રોજ પાંચમાં આંતર રાષ્ટ્રિય યોગા દિન ઉજવાશે.

ઉપરોકત પ્રોગ્રામનું રિહર્સલ TVAsia સાથેના સંયુકત ઉપક્રમે આજ ૧૯ જુન બુધવારે સાંજે ૭ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન TVAsia ઓડીટોરીઅમ, ૭૬, નેશનલ રોડ, એડિસન ન્યુજર્સી મુકામે રાખવામાં આવ્યું છે. જેમાં ૧૮ જુન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેનારને પ્રવેશ છે. બાદમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી માટે કોન્ટેક નં.(૭૩૨)૬૫૦-૧૧૦૦ઙ્ગદ્વારા સંપર્ક કરવા જણાવાયું છે. તેવું ભારતીય વિદ્યા ભવન USAની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)