Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

''પાથવેઝ ટુ પાવર''ઃ યુ.એસ.માં SAFA તથા NJLPના સંયુકત ઉપક્રમે આજ ૧૯ જુન બુધવારે ન્યુયોર્કમાં કોમ્યુનીટી ફોરમ તથા પેનલ ડીસ્કશનનું આયોજનઃ યુવા સમુહને લીડરશીપ લેવા તથા સરકારી ઓફિસોની કામગીરી અંગે માર્ગદર્શન અપાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ''પાથવેઝ ટુ પાવર'' યુ.એસ.માં સાઉથ એશિઅન્શ ઉમેદવારોને સ્થાનિક તથા સ્ટેટ કક્ષાએ સમર્થન આપી સાઉથ એશિઅન પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ''સાઉથ એશિઅન ફોર અમેરિકા (SAFA)'' તથા સાઉથ એશિઅન અમેરિકન યુવા સમુહને ન્યુજર્સીમાં સ્થાનિક તથા સ્ટેટમાં સરકારી કક્ષાએ લીડરશીપ લેવા પ્રોત્સાહિત કરતા, પબ્લીક પોલીસી વિષે માહિતગાર કરતા, તેમજ સ્થાનિક તથા સ્ટેટ કક્ષાએ સરકારી તથા પબ્લીક ઓફિસમાં શામેલ થવા ફેલોશીપ પ્રોગ્રામ ચલાવતા નોનપ્રોફિટ ''ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ (NJLP)''ના સંયુકત ઉપક્રમે આજ ૧૯ જુન ૨૦૧૯ બુધવારના રોજ કોમ્યુનીટી ફોરમ તથા પેનલ ડીસ્કશનનું આયોજન કરાયું છે.

થોટવર્કસ,૯૯,મેડીસન એવન્યુ, ૧૫મો ફલોર, ન્યુયોર્ક મુકામે યોજાનારા ઉપરોકત પ્રોગ્રામનો સમય સાંજે ૬-૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. જેમાં સમોસા તથા રેડવાઇનની રંગત સાથે ચૂંટાઇ આવેલા આગેવાનો અથવા નિમણુંક કરાયેલા અધિકારીઓની ઓફિસમાં કામ કરવા અંગે માર્ગદર્શન અપાશે.

આ તકે પેનલ ડીસ્કશનમાં શામેલ પેનલીસ્ટમાં જનરલ કાઉન્સીલ ફોર ન્યુજર્સી ડેમોક્રેટ સ્ટેટ કમિટીના શ્રી રાજીવ ડી.પરીખ, કોમ્યુનીટી બોર્ડ સિક્ષ, મેનહટનના વાઇસ ચેર શ્રી Ahsia Badi, ન્યુજર્સી સ્ટેટ ૬૩મા એસેમ્બલી ડીસ્ટ્રીકટ લીડર શ્રી બિજુ કોશી, મિડલસેક્ષ કાઉન્ટી, ન્યુજર્સી, ફ્રી હોલ્ડર સુશ્રી શાન્તિ નારા, તથા ન્યુયોર્કના ૨૫મા એસેમ્બલી ડીસ્ટ્રીકટ પાર્ટ Bના ડીસ્ટ્રીકટ લીડર ડો.નિતા જૈનનો સમાવેશ  થાય છે. જેમાં અચૂક શામેલ થવા NJLPની યાદીમાં જણાવાયું છે. તથા તે માટે SAFA દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવા સૂચવાયું છે.

(8:33 am IST)