Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બેન્ક ઓફ મહારાષ્ટ્રના એમડી-સીઈઓ રવિન્દ્ર મરાઠેની ધરપકડ

DSK ગ્રુપને આપેલા 3000 કરોડના કેસમાં પુણેની આર્થિક અપરાધ શાખાની કાર્યવાહી

 

મુંબઈ :બેન્ક ઓફ મહારાષ્ટ્ર્ના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ રવીન્દ્ર મરાઠેને DSK ગ્રુપને આપેલા.3000 કરોડના કેસમાં પુણેની આર્થિક અપરાધ શાખાએ ધરપકડ કરી છે. બૅન્કથી લોન લીધા બાદ કંપની હવે એને પરત કરવાની સ્થિતિમાં નથી, એટલે  ડિફૉલ્ટ કેસના મામલામાં આર્થિક અપરાધ શાખાએ પગલું ભર્યું છે.

  મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ઉપરાંત બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર. કે. ગુપ્તા અને બેન્કના પૂર્વ સીએમડી સુશીલ મુહનોતની પણ ધરપકડ કરાઈ છે. આર્થિક અપરાધ શાખાનો આરોપ છે કે બેન્કના ધરપકડ કરાયેલા અધિકારીઓની મિલીભગતને કારણે કંપનીને આસાનાથી લોનની મોટી રકમ અપાઈ હતી ધરપકડ કરાયેલા બૅન્કના અધિકારીઓ વિરુદ્ધ બેઇમાની, ક્રિમિનલ કોન્સપિરેસી અને બ્રેચ ઓફ ટ્રસ્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પુણે આધારિત રિયલ એસ્ટેટનો ધંધો ડીએસ કુલકર્ણી અને તેની પત્ની હેમંતી કુલકર્ણીની 2018માં 4000 રોકાણકારો પાસેથી રૂ.1154 કરોડની ઠગાઈ કરવાના મામલામાં ધરરપકડ કરવામાં આવી હતી. સિવાય બંને પર બેંક લોનરૂપે રૂ.2892 કરોડ ખોટી રીતે લઈ લેવાનો આરોપ

(10:44 pm IST)