Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

લંડનની કિંગ્‍સ કોલેજના ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સાથે વંશીય ભેદભાવઃ ડોકટરેટ ડીગ્રી ધરાવતા હોવા છતા ડોકટરને બદલે મેડમ કહી બોલાવતા હોવાથી હડતાલ ઉપર ઉતરી જવાની ફરજ પડી

લંડનઃ લંડનની કિંગ્‍સ કોલેજના ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સુશ્રી પ્રિયવંદા ગોપાલ સાથે સહર્મીઓ દ્વારા વંશીય ભેદભાવયુક્‍ત વહેવાર રખાતો હોવાથી તેઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી પ્રિયવંદા ગોપાલ કેમ્‍બ્રિજ વિશ્વ વિદ્યાલયની ડોકટરેટ ડીગ્રી ધરાવતા હોવા છતા તેમના સહકર્મીઓ તેમને ડોકટર પ્રિયવ્રંદા કહીને સંબોધન કરવાને બદલે મેડમ કહીને સંબોધન કરતા હોવાથી તેમણે ધ્‍યાને દોર્યુ હતું. પરંતુ સ્‍ટાફ દ્વારા આ બાબતનો ઇન્‍કાર કરી જણાવાયું હતું કે તમે ડોકટરેટની ડીગ્રી ધરાવતા હો તેનાથી અમને કશો ફરક પડતો નથી.

આ બાબત તેમને અપમાન જનક તથા વંશીય ભેદભાવ ભરી જણાવાથી તેઓ શિક્ષણકાર્યની વિમુખ થઇ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

(9:26 pm IST)
  • કાલે ગુરુવારે પેટ્રોલમાં 11 પૈસા અને ડીઝલમાં પણ 11 પૈસાનો ઘટાડો થશે :આજે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો ન્હોતો: ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ પડશે :છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલમાં કુલ 19 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસાનો ઘટાડો કરાયો છે access_time 11:11 pm IST

  • કલોલનું વેજલપુર ગામ સજ્જડ બંધ : અશાંત ધારાની માંગણી સાથે ગ્રામ લોકોએ બંધ પાળી ચૂંટણીના બહિષ્કારની ચિમકી આપી access_time 5:47 pm IST

  • ચોટીલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થતાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ગરમાગરમી સર્જાઈ access_time 5:47 pm IST