Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બાયબેક પ્લાનની કુલ ૨૮ કંપની દ્વારા જાહેરાત કરાઈ

વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનામાં કાર્યવાહી : ટીસીએસ જેવી કંપનીના પગલે અન્ય કંપની પણ આગળ

મુંબઇ,તા. ૨૦ : કેલેન્ડર વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનાના ગાળામાં ૨૮ કંપનીઓ દ્વારા બાયબેક પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. ૨૧૩ અબજ રૂપિયા ઉભા પણ કરવામાં આવ્યા છે. ટીસીએસ, કાવેરી સીડ કંપની અને જાગરણ પ્રકાશન દ્વારા સતત બીજા વર્ષે તેમના શેર બાયબેક કરવાની યોજના ચાલી રહી છે. આ ત્રણ ઉપરાંત ૧૧ કંપનીઓએ પણ છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં તેમની બાયબેકની યોજનાને લીલીઝંડી આપી છે. આ ૧૧ કંપનીઓમાં આરપી ડ્રગ્સ, બલરામપુર ચીની મિલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇક્લેરેક્સ સર્વિસ, ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ, કેપીઆર મિલ અને મોઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ બાયબેકની જાહેરાત કરી ચુકી છે જેમાં ઓપન માર્કેટ રુટ મારફતે બાયબેકની યોજના સામેલ છે. બાકીની ૨૩ કંપનીઓ ટેન્ડર ઓફર રુટ મારફતે તેમના શેર ફરી ખરીદવાની યોજના ધરાવે છે. ટીસીએસ સિવાય અન્ય ઘણી કંપનીઓ પણ આ દિશામાં આગળ વધી રહી છે. આઈટી કંપનીઓ પાસે જંગી નાણા રહેલા છે અને આ કંપનીઓ આ પ્રકારની યોજના સાથે આગળ વધી રહી છે. ટેન્ડર ઓફર હેઠળ કંપનીઓ દ્વારા ચોક્કસ કિંમતના શેરની ચોક્કસ ખરીદી કરવામાં આવે છે. શેરધારકો પાસેથી સીધીરીતે શેરની ખરીદી કરવામાં આવે છે. આ રુટ તમામ શેર ધારકોને એક સમાનરીતે વર્તે છે. કોઇ શેર હોલ્ડર લઘુમતિ કોઇ શેર હોલ્ડર બહુમતિ હિસ્સો ધરાવે છે. બીજી બાજુ ઓપન માર્કેટ ખરીદીમાં કંપનીઓ દ્વારા મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે. ખાસકિંમતમાં શેરની ખરીદીકરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. બંને વચ્ચે મોટુ અંતરટેન્ડરરુટ સાથે સંબંધિત છે.

(7:34 pm IST)