Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

બિહારમાં હજારો વિદ્યાર્થીઓની મેટ્રીકની ઉતરવાહીઓ શાળામાંથી ગાયબ

શિક્ષણ ક્ષેત્રે વધુ એક ગોટાળો

પટણા તા ૨૦ : ચાલુ વર્ષે બિહાર સ્કુલ એકઝામિનેશન બોર્ડ દ્વારા લેવાયેલી મેટ્રિકની પરીક્ષાની મૂલ્યાંકન કરેલી હજારો નકલો શાળાના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી ત્યાંથી ગુમ થઇ જતા હોબાળો મચ્યો હતો. બોર્ડે કહ્યું હતુ કે આવતી કાલે જાહેર થનાર પરિણામને હવે ૨૬ જુને જાહેર કરાશે. ગોપાલગંજ જિલ્લામાં આવેલી શાળાના આચાર્યને બોર્ડ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને ત્યારપછી પોલીસે વધુ પુછપરછ માટે અટકમાં લીધો હતો. વર્ષ ૨૦૧૬માં મેટ્રિકની પરીક્ષામાં બિન લાયકાતવાળા વિદ્યાર્થીઓ પૈસા આપીને આર્ર્ટ્સ તેમજ સાયન્સમાં ટોપર જાહેર થયા પછી બોર્ડની થયેલી ફજેતી પછી ફરીવાર બોર્ડ પર માછલા ધોવાઇ રહ્યા છે.આ ઘટનાના કારણે ફરીથી બોર્ડની પ્રતિભા ખરડાઇ હતી. એસએસ ગર્લ્સ સીનીયર સેકેડંરી હાઇસ્કુલના આચાર્ય પ્રમોદકુમાર શ્રીવાસ્તવે ૪૦,૦૦૦ જવાબ પત્રો સાથેના ૨૦૦ બંડલો શાળાના સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થયા હોવાની ફરીયાદ રવિવારે લખાઇ હતી. આ ઉતરવાહીઓનું જો કે મૂલ્યાંકન થઇ ચુકયું હતું. (૩.૮)

(3:51 pm IST)