Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નવપરણિત યુવક નવવધુને JCBની સવારી કરાવીને પોતના ઘરે લઇ ગયો

બેંગ્લોર તા ૨૦ :  કર્ણાટકના પુતુર જિલ્લાના સંત્યાર ગામમાં રહેતો ચેતન નામનો યુવક ખેતરોમા JCB ચલાવીને ગુજરાન ચલાવે છે જોકે તાજેતરમાં જયારે તેનાં લગ્ન થયાં ત્યારે તેણે દુલ્હનને પોતાના ઘરે લઇ જવા માટે કાર ભાડે કરવાને બદલે પોતાનું રોજીંદું વાહન એટલે ક ેJCB નો ઉપયોગ કર્યો હતો. લગ્ન કર્યા પછી નવવધુ અને વર JCB ના પાછળના ભાગમાં બેસી ગયા હતા. જેમ કારની સજાવટ કરવામાં આવે છે તેમ આ ભારેખમ અર્થમુવરની ફૂલો અને ફૂગ્ગાથી સજાવટ કરવામાં આવી હતી. ચેતનનો દોસ્ત એ વખતે અર્થમુવરનો ડ્રાઇવર બન્યો હતો અને વરઘોડીયા એમાં સવારી કરીને પોતાના ગામ ગયા હતા. આજુબાજુમાં અનેક લોકોએ આ નજારાને કેમેરામાં કેદ કરવાની તક છોડી નહોતી. (૩.૫)

(3:50 pm IST)