Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મકાનોને 'મજબૂતાઇ'ની ચાદર...ભૂકંપના ઝટકાને સહન કરતી 'ચાવી' મળી

આર્કિટેકચરના મૂળ એન્જીનિયરીંગમાં... કોલમ-બીમને યોગ્ય સ્થાને યોગ્ય ખુણાથી સેટ કરવા ખુબ જ જરૂરી : ભવિષ્યના બાંધકામ ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાંતોને અપાતું માર્ગદર્શનઃ બિલ્ડીંગની નવી સુરક્ષારૂપ ડિઝાઇન તૈયાર કરવા કમ્મર કસાઇ

કાનપુર,તા.૨૦: દેશમાં જયારે-જયારે ભારે તિવ્રતાવાળો ભૂકંપ આવે ત્યારે લોકોને મકાનોમાં નુકશાની વધતા-ઓછા પ્રમાણમાં થતી આવી છે,પરંતુ હવે મકાનો,બિલ્ડીંગોને 'મજબૂતાઇ'ની ચાદર મળી ગઇ હોય એમ ભૂકંપના જોરદાર ઝટકાને પણ સહન કરતી 'ચાવી' શોધી લેવાઇ હોવાથી લોકોને જરૂર  રાહત સાથે ખુશી પ્રસરાવશે.

જાણવા મળ્યાનુસાર કાનપુર ખાતે આઇઆઇટીમાં નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ઓફ અર્થકવેક એન્જીનિયરીંગની કાર્યશાળામાં દેશની નામાંકિત સંસ્થાઓમાંથી ભૂકંપરોધી ડિઝાઇન પાઠયક્રમના ૬૧ છાત્રોને ભવિષ્યમાં જો ૮ની તિવ્રતાવાળો ભૂકંપ આવે તો પણ મકાન કે ઇમારત માત્ર હલવી જોઇએ  ન કે જમીનદોસ્ત થાય... એવી મજબૂતાઇભરી કામગીરી કરવા વિશે વિવિધ તજજ્ઞો દ્વારા સમજણ આપવામાં આવી રહી છે.

જેમાં જાણકારોના જણાવ્યા મુજબ મકાનને સુરક્ષિત કરવા માટે માત્ર કોલમ કે બીમ જ  જરૂરી નથી, પણ જરૂરી છે કે કયા સ્થાન ઉપર કયા ખુણાથી કોલમ-બીમને સેટ કરવાનું.ઘણી જગ્યાએ મોટા તો ઘણી જગ્યાએ નરમાઇ આપવા માટે પાતળા સળિયાનો ઉપયોગ કરવો જરૂરી બની જાય છે...કહેવાય છે ને કે, જો કોઇ  અનુભવી અને સારા આર્કિટેકટ એન્જીનિયર પાસે મકાનનો નકશો તૈયાર કરાવાય તો જરૂર મકાન કે બિલ્ડીંગની મજબૂતાઇ પણ ટકાઉ બની રહેશે.એમાં શંકાને કોઇ સ્થાન જ નથી.

કાનપુર ખાતે આઇઆઇટીમાં  નેશનલ ઇર્ન્ફોમેશન સેન્ટર ઓફ અર્થકવેક એન્જીનિયરીંગની સાત દિવસીય ર્કાશાળામાં વિવિધ તજજ્ઞો દ્વારા ભવિષ્યમાં બિલ્ડીંગો કે મકાનોનું નિર્માણ કરવા માટે અભ્યાસ કરતા છાત્રોને માર્ગદર્શન અપાઇ રહયું છે.

જેમાં ઉદઘાટન પ્રસંગે આઇઆઇટીના પ્રોફેસર ચિન્મય કોલેના જણાવ્યા અનુસાર આર્કિટેકચરના મૂળ એન્જીનિયરીંગમાં જ હોય છે.એન્જીનિયરીંગ વિજ્ઞાનનો ભાગ હોવાથી એન્જીનિયરોની એ પણ જવાબદારી  બને  છે કે, આર્કિટેકટોનું જોડાણ દરેક સામાન્ય માણસથી છે, એટલા માટે એ વિદ્યાના છાત્રોએ તો વધુમાં વધુ પ્રમાણમાં સંવેદનશીલ હોવું જોઇએ.

કાર્યશાળા દરમિયાન તજજ્ઞોએ તો એમ પણ કહયું હતુ કે, મકાન કે બિલ્ડીંગમાં મજબૂતાઇ આપવા માટે માત્ર કોલમ કે બીમ જ પુરતા નથી, પણ બીમ કે કોલમ કયાં સ્થાને કયા ખુણામાંથી સેટ કરાયા છે? એ ખુબ જ જરૂરી બની જાય છે...એવી જ રીતે કેટલીક જગ્યાએ મોટા સળિયા વપરાય તો કેટલીક જગ્યાએ નરમાશ લાવવા માટે પાતળા સળિયાનો ઉપયોગ કરવો હિતાવહ ગણાય છે.

સાથે સાથે સેવાનિવૃત કમાન્ડર સુરેશ એલાવાદીનું પણ કહેવું છે કે, સૌ કોઇએ મકાન બનાવતી વેળાએ  એક વખત જરૂર આર્કિટેકટની મુલાકાત કરી ભૂકંપથી સુરક્ષા આપતી કામગીરી વિશે જણાય એટલું જાણી લેવું જરૂરી બની જાય છે.

(3:43 pm IST)