Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણયને રાજીનામુ આપી દીધું: જેટલીએ સ્વીકારી લીધું

પારિવારિક કારણોસર અમેરિકા પરત ફરવાનો નિર્ણય

નવી દિલ્હી : દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને રાજીનામું આપી દીધું છે. સુબ્રમણ્યને નાણાં મંત્રાલયથી કાર્યકાળ ન વધારવા માટે કહ્યું કે જેને નાણાંમંત્રી અરૂણ જેટલીએ સ્વીકારી લીધું. એવું મનાય રહયું છે કે સુબ્રમણ્યન ઓક્ટોમ્બરમાં ફરીથી અમેરિકા જવા માંગે છે તેઓનો કાર્યકાળ હવે ઓક્ટોમ્બરમાં પૂર્ણ થવા જઇ રહ્યો છે.
 અરૂણ જેટલીએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર લખવામાં આવેલ એક પોસ્ટમાં જાણકારી આપી છે કે મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પારિવારિક બાધાઓને લઇને અમેરિકા પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે અને તેઓની પાસે હાલમાં સુબ્રમણ્યનની વાત સ્વિકાર્યા વગર અન્ય કોઇ વિકલ્પ પણ નથી.

 પીટરસન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સમાં સીનિયર ફેલો સુબ્રમણ્યનને ઓક્ટોબર 2014માં ચીફ ઇકોનોમિક એડવાઇઝર (CEA) બનાવવામાં આવ્યાં હતાં. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. તેઓને 16 ઓક્ટોબર, 2017નાં રોજ 1 વર્ષનું એક્સ્ટેન્શન પણ અપાયું હતું.

(7:31 pm IST)