Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભારતમાં શરણાર્થીઓની સંખ્યા 3 લાખે પહોંચીઃ રિપોર્ટ

દુનિયામાં યુદ્ધ અને હિંસાના કારણે 6.85 કરોડ લોકો શરણાર્થીઓ બનવા માટે મજબૂર બન્યા

સંયુક્ત રાષ્ટ્રએ વર્લ્ડ રેફ્યુજી ડેના એક દિવસ પહેલાં જ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જાણવા મળ્યુ છે કે, દુનિયામાં યુદ્ધ અને હિંસાના કારણે 6.85 કરોડ લોકો શરણાર્થીઓ બનવા માટે મજબૂર બન્યા છે. આ સંખ્યા કેનેડાની જનસંખ્યાથી બમણી છે. 2016થી 2017 સુધી શરણાર્થીઓની સંખ્યામાં 29 લાખનો વધારો થયો હતો. ભારતમાં શરણાર્થીઓની સંખ્યા 3 લાખ જેટલી નોંધાઈ છે.

 

(12:46 pm IST)