Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભવ્ય ઉત્સાહ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તૈયારી

મોદી દહેરાદુનમાં પહોંચે તે પહેલા તમામ તૈયારી પૂર્ણ કરાઇ : યોગને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરના ૧૭૦થી વધુ દેશોમાં પણ યોગ સાધનાના કાર્યક્રમો થશે : મોદી સરકારના બધા કેન્દ્રિય મંત્રીઓને જવાબદારી

નવી દિલ્હી,તા. ૨૦ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેરાદુનથી વિશ્વનું નેતૃત્વ કરશે. મોદીની સાથે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પણ યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. ચોથા યોગ દિવસને લઇને યોગી પોતે તૈયારીની સમીક્ષા છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા હતા.  વર્ષ ૨૦૧૪માં એનડીએ સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારના પ્રધાનો સતત જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રસંગે દેશ વિદેશના અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. મોદી પોતે દહેરાદુનમાં હાજર રહેશે અને હજારો લોકોની સાથે યોગા કરશે.દેહરાદુનમાં આયોજિત  કાર્યક્રમમાં ૨૦,૦૦૦થી વધારે લોકો તેમની સાથે ભાગ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શહેરમાં ૧૦૦ જુદા જુદા સ્થળો ઉપર પણ ૧૦,૦૦૦થી વધારે લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ વખતે યોગ દિવસને મનાવવા માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત, અમેરિકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દુનિયાના ૧૭૦થી વધુ દેશમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બે વર્ષ પહેલા ર્ે ઐતિહાસિક પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર ગુરૂવારના દિવસે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સંપૂર્ણપણે તૈયાર છે અને આ કાર્યક્રમ હેઠળ વિશ્વ સંસ્થાની ઓફિસ પર યોગાસનની પ્રતિમા પણ મુકવામાં આવી છે. બીજી બાજુ બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે કેન્દ્રિય મંત્રી યોગની સાધના કરશે. જુદા જુદા પ્રધાનોને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. મોદી દેહરાદુનમાં થનાર કાર્યક્રમમાં ભાગ લેશે. જે પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં રાજનાથસિંહનો પણ સમાવેશ થાય છે. તમામ મંત્રીઓ સરકાર તરફથી દેશભરમાં આયોજિત કરવામાં આવી રહેલા કાર્યક્રમોનું નેતૃત્વ કરશે. એકલા ઉત્તરપ્રદેશમાં ૧૦ જેટલા પ્રધાનો આ કાર્યક્રમોમાં સામેલ થશે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર ૨૦૧૪માં ૨૧ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. ૪૦ ઈસ્લામિક દેશો સહિત ૧૯૦થી વધુ દેશોએ યોગ માટે એક ખાસ દિવસ રાખવાની પહેલનું સમર્થન કર્યું હતુ પ્રથમ યોગ દિવસે ંમોદીએ દિલ્હીના ઐતિહાસિક રાજપથ ઉપર ૩૬,૦૦૦ લોકોની સાથે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યારે બીજા યોગ દિવસ પર  મોદી ચંદીગઢમાં રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને વિશ્વના દેશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યોગ સાધનાના કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ, જુદી જુદી સંસ્થાઓના લોકો, જુદા જુદા રાજ્યોના પ્રધાનો, ઉદ્યોગપતિઓ, સેલીબ્રીટીઓ અને અન્ય વર્ગના લોકો ભાગ લે તેવી શક્યતા છે. રિહર્સલના કાર્યક્રમોમાં પણ હાલ  ચાલી રહ્યા હતા.ડિસેમ્બર ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્ીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવી હતી.દેશભરમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.યોગ દિવસને લઇને તમામ તૈયારી અંતિમ તબક્કામાં છે. મોદી દહેરાદુનમાં છે જેથી સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબુત કરી લેવામાં આવી છે. સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. દર વર્ષે ૨૧મી જુનના દિવસે યોગ દિવસ મનાવાય છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

         નવીદિલ્હી,તા. ૨૦ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મુખ્ય કાર્યક્રમ દહેરાદુન ખાતે યોજાનાર છે. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ કાર્યક્રમની વિશેષતા નીચે મુજબ છે.

ઉજવણી થશે

૨૧મી જૂન

મુખ્ય કાર્યક્રમ

દહેરાદુન

કાર્યક્રમ શરૂ થશે

સવારે ૬.૪૦

મોદી પહોંચશે

સવારે ૬.૪૦

મોદીનું ભાષણ

૬.૪૦-૭

કુલ લોકો પહોંચશે

૪૦૦૦૦

વિદેશી લોકો

૧૦૦થી ૧૫૦

એમ્બ્યુલન્સ તૈયાર રહેશે

૩૦-૪૦

આરોગ્ય નિષ્ણાતો ગોઠવાશે

૧૦૦-૨૦૦

મોટી સ્ક્રીનો રહેશે

૨૮-૩૦

યોગ દિવસની સાથે સાથે....

અનેક ટોપની સેલિબ્રિટીઓ પણ જોડાશે

         લખનૌ,તા. ૨૦ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેરાદુનથી વિશ્વનું નેતૃત્વ કરશે. મોદીની સાથે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પણ યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર છે.યોગ દિવસની સાથે સાથે નીચે મુજબ છે.

*    આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે.

*    દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો યોજાશે.

*    વડાપ્રધાન મોદી પોતે દેહરાદુનમાં ઉપસ્થિત રહેશે અને હજારો લોકો સાથે યોગા કરશે.

*    મોદીની સાથે યોગના કાર્યક્રમમાં હજારો લોકો જોડાશે

*    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે દુનિયાના ૧૭૦થી વધુ દેશોમાં કાર્યક્રમ યોજાશે.

*    પ્રજાસત્તાક દિવસ અને ૧૫મી ઓગસ્ટની જેમજ યોગ દિવસના કાર્યક્રમની તૈયારી

*    યોગ દિવસને લઇને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, લખનૌ , દિલ્હી, મુંબઇ સહિત દેશના જુદા જુદા ભાગો લશ્કરી છાવણીમાં ફેરવાયા

*    ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય દિવસને સફળ બનાવવા તમામ આયોજન કરવામાં આવ્યું

*    નરેન્દ્ર મોદી સરકાર વિશ્વ સ્તર પર કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ કરી રહી છે

*    જુદા જુદા રાજ્યોમાં પણ ખાસ કાર્યક્રમોનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે

*    કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ અને રિહર્સલની પ્રક્રિયા શરૂ થઇ

*    આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારે ૫૭ પ્રધાનોને દેશભરમાં આયોજન થનાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યુ છે

*    યોગ દિવસના કાર્યક્રમનુ નેતૃત્વ કરવા માટે ૫૭ પ્રધાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી ચુકી છે.

*    સંસદના તમામ સભ્યો અને તમામ કેન્દ્રિય પ્રધાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા

*    સંયુક્ત રાષ્ટ્રે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી

*    દેશભરમાં પણ તમામ રાજ્યોમાં યોગ દિવસને લઇને તૈયારીઓ પૂર્ણ કરાઇ

*    જુદી જુદી સ્કૂલોમાં અને જુદી જુદી સરકારી સંસ્થાઓમાં પણ જોરદાર આયોજન કરાયુ

*    દેશભરની સ્કૂલોમાં યોગ દિવસને લઇને તૈયારીઓ કરાઈ રહી હતી

(12:40 pm IST)