Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શરીફના પત્નીની તબીયત અત્યંત ખરાબ હોવાનું લંડનના ડોકટરોનું નિવેદન

લંડન તા. ૨૦ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની કુલસુમ શરીફની તબીયત અત્યંત ખરાબ હોવાનું લંડનની હાર્લી સ્ટ્રીટ કિલનીકના ડોકટરોએ કહ્યું હતું. પાંચ સભ્યોની ડોકટરોની એક ટીમ મંગળવારે શરીફ પરિવારને બેગમ કુલસુમ વિશે કહ્યું હતું કે તેમનું વેન્ટીલેટર હાલમાં દૂર કઢાશે નહીં. તેમણે શરીફને કુલસુમની તબીયત અંગે વધુ રિપોર્ટની રાહ જોવા કહ્યું હતું.

(12:37 pm IST)