Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે કડક પગલાં 52 ભારતીયો સહીત 123 લોકોને જેલમાં પુરી દીધા

અમેરિકન ઓથોરિટીએ બાળકોને પણ પોતાના મા-બાપથી અલગ જેલમાં પુરી દેવાયા

નવી દિલ્હી :અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા સામે કડક પગલાં ભરાયા છે અમેરિકામાં કાર્યરત એશિયા પેસેફિક એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, ‘ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરતા લોકો સામે કડક કાર્યવાહીના ભાગરુપે 50થી વધુ ભારતીયોને ઓરેગન ખાતે ફેડરલ જેલમાં પૂરવામાં આવ્યા છે.

 આ ઘટનામાં અમેરિકન ઓથોરિટીએ બાળકોને પણ પોતાના મા-બાપથી અલગ જેલમાં પૂરી દીધા છે.પાછલા એક મહિનામાં 123 જેટલા લોકો કે જેમણે અમેરિકામાં શરણાગતિ માંગી હતી. તેવા લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને યેમહિલ કાઉન્ટીની ઓરેગન શેરિડેન ફેડરલ જેલ ખાતે કેદ કરવામાં આવ્યા છે. જે પૈકી 52 જેટલા લોકો ભારતીય હોવાનું જણાયું છે જેમાં શીખ અને ક્રિશ્ચન મોટી સંખ્યામાં છે.

   ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં સામે આવ્યું કે, ‘ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરનાર આવા લોકોની ધપકડ કરવામાં આવતા તેમની સાથે રહેલા બાળકોને પરિવારથી જૂદા કરવામાં આવ્યા છે. જોકે કેટલાક બાળકો આ રીતે જૂદા થયા છે તેનો કોઈ આંકડો નથી.’ આ રિપોર્ટ પ્રમાણે શનિવારે ઓરેગોન ડેમોક્રેટિક સાંસદોના એક ડેલિગેશને આ ડિટેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી.

 

 

 

(12:25 pm IST)