Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

આઝમ ખાનના વેવાઇ પુત્રવધૂને નશાનું ઇન્જેકશન આપીને દુષ્કર્મ આચરતા

સમાજવાદી પક્ષના નેતાના પરાક્રમથી યુપીમાં ચકચાર : પીડિત કહે છે, સસરા મારી સાથે અપ્રાકૃત દુષ્કર્મ કરતા હતા : દોઢ મહિનાનો ગર્ભ પણ પડી ગયો : વિરોધ કરે તો પુત્ર સાથે તલાકની ધમકી આપતા : સસરા-સાસુ-પતિ વિરૂદ્ધ ફરિયાદ

લખનૌ, તા. ર૦ : સમાજવાદી પક્ષના નેતાના દુષ્કર્મ જાહેર થતા યુપીની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. અખિલેશ યાદવના ખૂબ નજીક ગણાતા કદાવર નેતા આઝમ ખાનના વેવાઇએ પુત્રવધૂ સાથે ભયાવહ દુષ્કર્મ વારંવાર આચર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

આઝમ ખાનના વેવાઇ રિઝવાન ખાન પણ સમાજવાદી પક્ષમાં સક્રિય છે. આઝમ ખાનના પુત્રની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, મારા સસરા મારા પર ગંદી નજર રાખતા હતા. છેલ્લા ઘણા સમયથી મારા પર અપ્રાકૃત દુષ્કર્મ આચરતા હતા. પીડિતાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, મારા સસરા મારા પતિને કોઇને કોઇ કામ માટે બહાર મોકલી દેતા હતા. હું ઘરે એકલી હોઉં ત્યારે મને નશાનું ઇન્જેકશન આપીને વારંવાર મારી સાથે અપ્રાકૃત સંબંધ બનાવતા હતાં. આ કારણે મારા પેટમાં રહેલો દોઢ મહિનાનો ગર્ભ પણ પડી ગયો હતો.

પીડિતા કહે છે કે, હું વિરોધ કરૃં તો સસરા ધમકી આપતા હતાં કે, કંઇ બોલીશ તો દીકરા સાથે તલાક કરાવી દઇશ. પીડિતાએ કહ્યું કે, હવે હું સહન કરી શકતી ન હતી તેથી ફરિયાદ કરવી પડી છે. સસરાને સજા અપાવીને જ ઝંપીશ.

પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના સામે આઝમખાને કંઇ બોલવા ઇન્કાર કર્યો છે. ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમ થઇ છે.(૮.૮)

(11:57 am IST)