Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ખેડૂતો સાથે સંવાદ કરશે પીએમ મોદી, આવક વધારવા સહિત અનેક મુદ્દાઓ પર થશે વાત

કેન્દ્ર સરકારની યોજનાઓનો જમીન સ્તરે સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો છે તેની જાણકારી લેવા ખેડૂતો સાથે સંવાદ કરશે

નવીદિલ્હી, તા.૨૦: કેન્દ્ર સરકારની યોજનાઓનો જમીન સ્તરે સામાન્ય લોકોને કેટલો ફાયદો થયો છે તેની જાણકારી લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કરશે. પીએમ મોદી દેશના તમામ ભાગોના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે અને વિભન્ન મુદ્દાઓ પર વાત કરશે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત અને તેમની આવક વધારવા માટે કઈ યોજનાઓ  પર કામ થઈ રહ્યું છે તેની પણ પીએમ મોદી જાણકારી આપશે.

કેન્દ્રમાં ૪ વર્ષ પૂરા થયા બાદ શરૂ થયો છે સંવાદનો સીલસીલો કેન્દ્રમાં સત્ત્।ામાં ૪ વર્ષ પૂરા થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના વિભિન્ન વર્ગના લોકો સાથે કયારેક રેડિયો, કયારેક ફોન તો કયારેક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. ખેડૂતો સાથે આજે થનારો સંવાદ આ જ કડીનો એક ભાગ છે.

પીએમ મોદી અને ખેડૂતો સાથે થનારા આ સંવાદ અંગે જાણકારી આપતા કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે આ પહેલીવાર બનશે જયારે દેશના કોઈ વડાપ્રધાન ખેડૂતો સાથે સીધી વાત કરશે. તેમણે જણાવ્યું કે આ સંવાદમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા વિભિન્ન પગલાં પર ચર્ચા થશે. નિવેદન મુજબ મોદી આજે સવારે સાડા નવ વાગે ખેડૂતો સાથે ચર્ચા શરૂ કરશે.(૨૨.૪)

(11:52 am IST)