Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઓફિસમાં કામ કરી રહેલ મહેબૂબાને રાજયપાલે કર્યો ફોન, હેલ્લો... તમારૂ ગઠબંધન તૂટી ગયું'

મહેબૂબાએ ચૂપચાપ રાજયપાલની વાત સાંભળી લીધી અને થોડીવાર પછી કહ્યું કે, ભાજપા સાથે વાતચીત કરવાની જરૂરત નથી અને તેઓ પોતાનું રાજીનામું આપી દેશે

નવીદિલ્હી, તા.૨૦: રાજયપાલ એનએન વોહરાના એક ફોન કોલ સાથે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રીના રૂપમાં મંગળવારે મહેબૂબા મુફ્તીના કાર્યકાળનો અચાનક અંત થઈ ગયો. વોહરાએ તેમને જણાવ્યું કે, ભાજપાએ પીડીપી સાથે ગઠબંધન તોડી નાંખ્યુ છે. મંગળવારનો દિવસ મહેબૂબા માટે એક સામાન્ય દિવસ જેવો જ હતો. તેઓ સિવિલ સચિવાલયમાં પોતાના કાર્યાલયમાં કામ કરી રહ્યાં હતા, જયારે મુખ્ય સચિવ બીબી વ્યાસ પાસે રાજયપાલનો ફોન આવ્યો અને તેમને વ્યાસને તત્કાલ મુખ્યમંત્રી સાથે વાત કરવાનું કહ્યું.

ફોન પર થયેલી વાતચીતની થોડી જ મીનિટો પછી રાજયની રાજધાનીમાં બપોરે બે વાગે ભાજપના મહાસચિવ રામ માધવે એક પ્રેસ કોન્ફ્રન્સમાં આ નિર્ણયની જાહેરાત કરી જેમાં રાજય એક વખત ફરી રાજયપાલ શાસન તરફ વધી ગયું.

રાજયપાલે મહેબૂબાને ભાજપાના આ નિર્ણયની જાણકારી આપી જે, તેમને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના દ્વારા મોકલેલ એક પત્રથી મળી હતી. પત્ર સાથે ભાજપાના મંત્રીઓના રાજીનામાંના પત્ર પણ હતા.

મહેબૂબાએ ચૂપચાપ રાજયપાલની વાત સાંભળી લીધી અને થોડીવાર પછી કહ્યું કે, ભાજપા સાથે વાતચીત કરવાની જરૂરત નથી અને તેઓ પોતાનું રાજીનામું આપી દેશે. તો બીજી તરફ વોહરાએ જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલ શાસન લગાવવાની ભલામણવાળી રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો છે.

રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલવાથી પહેલા વોહરાએ મહેબૂબા, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના, નેશનલ કોન્ફ્રન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીએ મી સાથે વિચાર વિમર્શ કર્યો.

(11:51 am IST)