Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

સરકારી કંપનીઓ આર્યઓરના ભાવ ઘટાડે એવી સંભાવનાઓ

વૈશ્વિક ભાવ ઘટતાં ટને ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયાના ઘટાડાની ધારણા

નવી દિલ્હી તા.૨૦ : વૈશ્વિક બજારમાં આર્યનઓરના ભાવમાં ઘટાડો થયો હોવાથી ઘરઆંગણે પણ સરકારી કંપનીઓ આર્યનઓરના ભાવમાં ઘટાડો કરે એવી સંભાવના દેખાઇ રહી છે. બીજી તરફ ઘરઆંગણે પણ કર્ણાટક ઓડિશા વચ્ચે ભાવની બાબતમાં શીતયુદ્ધ ચાલે છે. અને કોર્પોરેટ કંપનીઓ સરકારી કંપનીઓ પાસેથી આર્યનઓરની ખરીદી બંધ કરી હોવાથી એની અસર પણ જોવા મળી રહી છે.

વૈશ્વિીક બજારમાં આર્યનઓરના ભાવ સતત ઘટી રહ્યા છે. , પરંતુ સરકારી કંપનીઓ ભાવ ઘટાડતી નથી. વળી કર્ણાટકમાં ઈ-ઓકશન મારફત જ આર્યનઓરનુ વેચાણ થાય છે.  પરંતુ ચાલુ વર્ષે એ માત્ર ૧૯ ટકા જ વેચાણ કરી શકી છે. બીજી તરફ કર્ણાટકની તુલનાએ ઓડિશમાં ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ઉંચા ભાવ હોવાથી ઓડિશામાં JSW સ્ટીલ કંપનીએ આર્યનઓરની ખરીદી જ બંધ કરી દીધી છે. આવી સ્થિતીમાં  હવે સરકારી કંપની માટે આર્યનઓરના ભાવમાં ઘટાડો કરવો ફરજિયાત બની ગયો છે.

હાલમાં ઓડિશામા આર્યનઓરના ભાવ પ્રતિ ટન ૪૦૦૦ થી ૪૫૦૦ રૂપિયા  અને કર્ણાટકમાં ૩૦૦૦ રૂપિયા પ્રતિ ટનના ભાવ ચાલી રહ્યા છેJSWના અધિકારીએ જણાવ્યુ હતુ કે ૨૦૧૧ થી અમેNDMC પાસેથી જ આર્યનઓર ખરીદતા હતા. , પરંતુ હવે અમને બીજા વકલ્પ મળી ગયા છે. અને બીજા રાજ્યોમાંથી ખરીદી કરીએ તો પણ ફાયદાકારક હોવાથી સરકારી ખરીદી બંધ કરી દીધી છે. (૧૭.૩)

(11:34 am IST)