Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેનાનું ઓપરેશન : બે આતંકવાદીઓ ઠાર: ચાર જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ સામે સેનાએ ઓપરેશન હાથ ધાર્યું છે જેમાં સુરક્ષાદળોએ જૈશ--મોહમ્મદના બે આતંકવાદીને ઠાર કર્યા છે ત્રાલમાં ત્રણથી ચાર આતંકવાદીઓ સંતાયા હોવાની સુરક્ષાદળોને માહિતી મળતા સેના દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું
 
અભિયાનમાં સેનાના ત્રણ જવાનો અને સીઆરપીએફનો એક કર્મચારી ઘાયલ થયાના સમાચાર છે. અભિયાન 42મી આરઆર બટાલિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જેનું અહરણ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરી હતી ઔરંગજેબ યુનિટના સભ્ય હતા.

(9:03 am IST)