Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમ્મુ-કાશ્મીરમાં બીજા રાજ્યોની માફક રાષ્ટ્રપતિને બદલે રાજ્યપાલ શાસન કેમ લાગે છે ?:જાણો કારણ

બંધારણની કઈ કલમ હેઠળ આ રાજ્યને આવો વિશેષ દરજ્જો મળ્યો છે ?

નવી દિલ્હીઃદેશમાં કોઈપણ રાજ્યમાં સરકાર ભંગ થવા પર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે પરંતુ જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે મંગળવારે ગઠબંધન તૂટી ગયા બાદ ત્યાં રાજ્યપાલ શાસન લાગુ કરવા તૈયારીઓ થઇ રહી છે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ સીએમ પદ્દેથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ભાજપે રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી છે. હવે રાષ્ટ્રપતિને આના પર નિર્ણય કરવાનો છે.

   દેશના કોઈપણ રાજ્યમાં જો સરકાર અલ્પમતમાં આવી જાઈ તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. બીજા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે તો, આખરે જમ્મૂ-કાશ્મીરમાં શું છે તો ત્યાં રાજ્યપાલ કેમ લાગુ કરાય છે / સ્વાભાવિક સવાલ માટે તેનું કારણ જાણીએ તો જમ્મૂ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.

   બંધારણની કલમ 92માં પણ વાતનો ઉલ્લેખ છે કે, જમ્મૂ અને કાશ્મીરમાં જો રાજકીય સંકટ આવે અથવા બંધારણ અનુરૂપ ચાલી રહેલું તંત્ર ફેલ થઈ જાય તો સ્થિતિમાં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જમ્મૂ અને કાશ્મીરમાં મહિના સુધી રાજ્યપાલ શાસન લગાવી શકાય છે. જો જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવે છે તો દરમિયાન વિધાનસભા સસ્પેન્ડ કે ભંગ રાખવામાં આવે છે.

   ભારતના બંધારણમાં તેવી પણ કલમ છે કે જે હેઠળ મહિના બાદ કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને વધારી પણ શકાય છે. બંધારણની કલમ 356 કહે છે કે, જો જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યાના મહિનાની અંદર ત્યાં કોઇ સરકાર બને કે બંધારણિય રીતે વ્યવસ્થા શરૂ થાય તો કલમ હેઠળ રાજ્યપાલ શાસનની સમયમર્યાદા વધારી શકાય છે. પરંતુ સમયે તે રાષ્ટ્રપતિ શાસનમાં પરિવર્તિત થઈ જાઈ છે.

 

(9:03 am IST)