Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

રૂપિયા ન આપતા હોસ્પિટલના સ્ટાફે ઓક્સીઝનની પાઇપ કાઢી નાખતા નવજાતનું મોત: પરિવારજનોનો હોબાળો

યુપીના બહરાઇચ જિલ્લાની દર્દનાક ઘટના :તબીબોએ નવજાતના પિતાના આરોપ ફગાવ્યા

 

ઉત્તરપ્રદેશમાં માંગ્યા રૂપિયા નહિ આપતા હોસ્પિટલના સ્ટાફે નવજાતની ઓક્સીઝ્ન પાઇપ કાઢી નાખતા નવજાતના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવી હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા જોકે તબીબોએ આરોપ ફગાવ્યા છે

  ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં હોસ્પિટલમાં નવજાતના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો પરિવારજનોનો આરોપ છે કે, તેમની પાસે સારવાર માટે હોસ્પિટલે 1 હજાર રૂપિયા માગ્યા હતા જે તેમણે આપતા હોસ્પિટલના સ્ટાફે ઑક્સિજનની પાઈપ કાઢી લીધી, જેના કારણે નવજાતનું મોત નિપજ્યું. ઘટનાસ્થળે હાજર ડોક્ટરે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

  રાનીપુર વિસ્તારના ગોબરહા ગામના નિવાસી લલ્લૂએ પોતાની પત્ની રેશમાને પ્રસૂતિ પીડા થતા જિલ્લા મહિલા હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જેને ICUમાં રાખવામાં આવ્યો.હતો 

  નવજાતના પિતા લલ્લૂનો આરોપ છે કે, પ્રસૂતિ બાદ ડ્યૂટી પર હાજર ડોક્ટરે 1 હજાર રૂપિયા માગ્યા. લલ્લૂ પાસે વધારે પૈસા નહોતા એટલે તેણે 200 રૂપિયા આપ્યા પણ હોસ્પિટલનો સ્ટાફ આટલા રૂપિયાથી રાજી થયો. પિતાનો આરોપ છે કે, રૂપિયા આપવાને કારણે નર્સે નવજાતને લગાવેલી પાઈપ કાઢી નાખી અને કાગળ પર બાળકની સ્થિતિ ગંભીર હોવાનું લખાવી દીધું.

  ઑક્સિજન પાઈપ કાઢી લેવાને કારણે નવજાતનું મૃત્યુ થઈ ગયું. જિલ્લા મહિલા હોસ્પિટલની ડૉક્ટર અંજુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, નવજાત જન્મ બાદ બર્થ એસ્ફિક્સિયા રોગથી પીડાતું હતું. આથી તેને સારવાર માટે ICUમાં એડમિટ કરાયું હતું. બાળકના પિતા દ્વારા લગાવવામાં આવેલા રૂપિયા લેવાના આરોપ ખોટા છે.

---- 

(9:05 am IST)