Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

‘‘૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ'': અમેરિકાના કેલિફોર્નિયામાં ગાયત્રી પરિવાર યુગ નિર્માણના ઉપક્રમે ૨૪ જુન રવિવારના રોજ કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ફર્ગ્‍યુસન એલિમેન્‍ટરી સ્‍કૂલ ૨૨૨૧૫,ઇલેઇન સ્‍ટ્રીટ, હવાઇયન ગાર્ડન્‍સ, કેલિફોર્નિયા મુકામે ૨૪ જુન ૨૦૧૮ રવિવારના રોજ ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

પંડિત શ્રી રામ શર્મા આચાર્યની ૧૦૬મી જન્‍મ જયંતિ નિમિતે યુગ નિર્માણ ગાયત્રી પરિવારના ઉપક્રમે યોજાનારા આ ૧૦૮ કુંડી ગાયત્રી મહા યજ્ઞનો સમય સવારે ૯ વાગ્‍યાનો રહેશે. જે કાર્યક્રમ રાત્રિના ૧૧.૫૯ મિનિટ સુધી ચાલશે. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:54 pm IST)