Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

કિર્તી આઝાદે રાહુલ ગાંધીના વખાણ કરીને કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્‍યાઃ શત્રુઘ્ન સિંહા પણ આરજેડીની ઇફ્તાર પાર્ટીમાં જોડાતા અનેક રાજકીય અટકળોઃ ૪૭ જેટલા સાંસદો ભાજપ સાથે છેડો ફાડે તેવા અેંધાણ

નવી દિલ્હીઃ દેશમાં ભાજપની આગેવાનીવાળા એનડીએમાં ભંગાણની શરૂઆત થતાની સાથે જ ભાજપના સાંસદો પણ ભાજપનો સાથ છોડે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ શત્રુઘ્ન સિંહા અને કીર્તિ આઝાદ સહિત ૪૭ સાંસદો ભાજપનો સાથ છોડી શકે છે તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે. આ ઉપરાંત હાલમાં કીર્તિ આઝાદે રાહુલ ગાંધીના વખાણ કરીને કોંગ્રેસના જોડાવવાના સંકેત આપ્યા હતા.તેમજ શત્રુધનસિંહામાં પણ હાલમાં આરજેડીની ઇફતાર પાર્ટીમાં સામેલ થયા હતા અને આરજેડીની ટીકીટ પરથી પટના સાહિબથી ચુંટણી લડે શકે તેમ છે.

ઉલ્લેખનીય છે ભાજપના સાંસદ હોવા છતાં આ બંને સાંસદો હંમેશા ભાજપ વિરુદ્ધ જ બોલતા નજરે પડ્યા છે. યુપી અને બિહારની પેટાચંટણીમાં ભાજપની કારમી હાર બાદ બિહારની પટનાસાહિબ બેઠક પરથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ફરી એકવાર ચિરપરિચિત અંદાજમાં નિશાન સાધ્યું હતું. શત્રુઘ્ન સિંહાએ કટાક્ષ કર્યો છે કે ભાજપે હજી વધુ ગોથાં ખાવાના બાકી છે. ઉત્તરપ્રદેશ અને બિહારની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભવિષ્યમાં પાર્ટીની સ્થિતિ ઠીકઠાક રહેવાનું દેખાતું નથી. પેટાચૂંટણીના પરિણામો પર ટિ્‌વટર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભાજપ માટે ભવિષ્યનો રસ્તો ઉબડ-ખાબડ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભાજપ આવી મુશ્કેલીની સ્થિતિમાંથી ઝડપથી બહાર નીકળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામ લીધા વગર ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ છે કે યુપી અને બિહારની પેટાચૂંટણીના પરિણામો આ બંને નેતાઓને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ભાજપના ભવિષ્યને લઈને તેમણે પોતાની ખુરશીનો પટ્ટો બાંધી લેવો જોઈએ.શત્રુઘ્નસિંહાએ કહ્યુ છે કે ભાજપ ઝડપથી આવી મુશ્કેલ સ્થિતિમાંથી બહાર નીકળશે તેટલું સારું રહેશે. ભાજપના સાંસદે કહ્યુ છે કે પેટાચૂંટણીના પરિણામો ચીસો પાડીને પાર્ટીના ભવિષ્યને લઈને ઈશારો કરી રહ્યા છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે આત્મસંતુષ્ટિની મુદ્રામાં રહેવું જોઈએ નહીં.

જો આપણે અત્યારે લોકસભામાં ભાજપના ૨૭૨ સાંસદ છે. કોંગ્રેસના ૪૮ , એઆઈડીએડીએમકેના ૩૭, તૃણમૂલ કોંગ્રેસના ૩૪, બીજેડીના ૨૦, શિવસેનાના ૧૮, ટીડીપીના ૧૬, ટીઆરએસના ૧૧, સીપીઆઈ( એમ) ના ૯, વાઈએસઆર કોંગ્રેસના ૯, સમાજવાદી પક્ષના ૭ અને ૨૬ અન્ય પક્ષના ૫૮ સાંસદ છે. જયારે પાંચ બેઠક હજુ પણ ખાલી છે. તેવા સમયે જો ભાજપના ૪૭ સાંસદો પક્ષ છોડે તો સરકાર અલ્પમતમાં આવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

જો કે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો નહીં મળવાથી નારાજ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા એનડીએ સાથે છેડો ફાડ્યો છે.આ ઉપરાંત શિવસેનાએ પણ એનડીએ સાથે છેડો ફાડી લીધો છે

(12:00 am IST)