Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઇન્ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલએ ફલોરિડાના ૭ મા ડીસ્ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી : પ્રથમ ડીસ્ટ્રીકટમાંથી કાઉન્ટી કમિશન સીટ માટે નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચી સાતમાં ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું

ફલોરિડા : ઇન્ડિયન અમેરિકન રિપબ્લીકન શ્રી આકાશ પટેલએ ફલોરિડાના પ્રથમ ડિસ્ટ્રીકટમાંથી કાઉન્ટી કમિશન સીટ માટે ઉમેદવારી નોંધાવી હતી તેમાં ફેરફાર કરી તેમણે હવે સાતમા ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જેના કમિશ્નર ટર્મ પુરી થયે રિટાયર થવાના છે.

શ્રી પટેલ ૧૯૯૮ ની સાલથી ફલોરિડામાં સ્થાયી થયા છે. તથા કોલેજકાળથી જ જાહેર ક્ષેત્રે કાર્યરત છે. તેમણે ૪ લાખ ૫૦ હજાર ડોલરનું ચૂંટણી ફંડ ભેગુ કરી લીધુ છે. તેઓ ચૂંટાઇ આવે તો ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, આર્થિક વિકાસ, ટુરીઝમ પબ્લીક સેફટી સહિતના ક્ષેત્રે કામગીરી બજાવવા માંગે છે. (૪૬.૩)

 

(1:07 pm IST)