Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ડેરિવેટીવ્ઝ રિટેલ ટ્રેડિંગ સંદર્ભે સેબી લગામ લગાવે એવી શક્યતા

રોકાણકર્તાને નુકશાન ન થાય એ જોવાનું કામ સેબીનું : સેબી આ સેગમેન્ટ રિટેલનો હિસ્સો કેટલો, રિટેલ રોકાણકાર કેવી રીતે તેમાં ટ્રેડિંગ કરે છે તે અંગે સર્વે કરે છે

મુંબઈ, તા.૨૦ : સિકયુરિટીઝ માર્કેટના નિયમનકાર સેબીની ભૂમિકા બજારમાં ટ્રેડિંગ ઉપરાંત બજારના જોખમોથી રોકાણકારોને નુકસાન થાય નહિ એવી વ્યવસ્થા ઉભી કરવાની પણ છે. બજારની વધઘટથી જોખમ અને ખોટની સંભાવના રહેલી હોય છે પણ રોકાણકરો સજાગ રહે એ જરૃરી છે.

માર્ચ ૨૦૨૦થી વધુને વધુ રિટેલ ગ્રાહકો શેરબજારમાં આવી રહ્યા છે અને તેની સાથે તેમનો ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ હિસ્સો પણ વધી રહ્યો છે. ઓછા રોકાણથી વધુ નફો રળવાની લાલચમાં આ ટ્રેડિંગ વધી રહ્યું હોવાની શક્યતા છે. નિયમનકાર આ વાતથી વાકેફ હોવાથી આ સેગમેન્ટ રિટેલનો હિસ્સો કેટલો, રિટેલ.રોકાણકાર કેવી રીતે તેમાં ટ્રેડિંગ કરે છે તે અંગે ડેટા એકત્ર કરી એક સર્વે કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સેબી માને છે કે શેરની રોકડમાં ખરીદી કરતા ડેરિવેટીવ્ઝમાં નુકસાન અને ખોટનું જોખમ વધારે રહેલું છે. આ ઉપરાંત, બજારમાં.છેલ્લા છ મહિનાથી તીવ્ર વધઘટ જોવા મળી રહી છે જે જોખમ વધારે ઊંચું કરે છે.

આ સ્થિતિમાં સર્વેના આધારે સેબી રિટેલ રોકાણકારોના ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ અંગે અને તેમાં માર્જીંન અને અન્ય ચીજો અંગે ફેરવિચારણા કરે એવી શક્યતા છે. આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. નિર્ણયનો આધાર સર્વેમાં કેવી બિગ્ટનાને તારણો બહાર આવે છે તેના ઉપર છે. એટલું ચોક્કસ કે સેબીની આ સ્થિતિ ઉપર નજર છે.

(7:49 pm IST)