Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

૩૬ કલાક સુધી હીંચકા પર ઝૂલ્‍યાને બનાવ્‍યો વર્લ્‍ડ રેકૉર્ડ

હીંચકા પર ઝૂલતા રહેવું દુનિયાના કરોડો લોકોનો મનગમતો ટાઇમપાસ છેઃ પરંતુ તમે કેટલો સમય હીંચકા પર ઝૂલી શકો?

લંડન, તા.૨૦: હીંચકા પર ઝૂલતા રહેવું દુનિયાના કરોડો લોકોનો મનગમતો ટાઇમપાસ છે, પરંતુ તમે કેટલો સમય હીંચકા પર ઝૂલી શકો? કલાકો સુધી હીંચકા પર બેસી રહેવું સરળ નથી, પરંતુ ઇંગ્‍લૅન્‍ડમાં રહેતા રિચર્ડ સ્‍કૉટે હીંચકા પર ૩૬ કલાક જેટલો સમય ગાળીને નવો વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો છે. ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સના જણાવ્‍યા પ્રમાણે તેણે લોચ લેવનના ક્રિકેટ મેદાન પાસે શનિવારે સવારે ૬.૧૦ વાગ્‍યાથી હીંચકા પર બેઠો હતો એ રવિવારે સાંજ સુધી બેઠો રહ્યો.  દરમ્‍યાન તેને દર એક કલાકે પાંચ મિનિટનો બ્રેક આપવામાં આવતો હતો. આ બ્રેકના સમયનો ઉપયોગ રવિવારે વહેલી સવારે ૩ વાગ્‍યે નાનકડી ઊંઘ લેવા માટે કર્યો હતો. તેણે ૨૦૨૦માં ક્‍વીન લેવી નામની વ્‍યક્‍તિએ સતત ૩૪ કલાક સુધી હીંચકા પર બેસી રહેવાનો કરેલો રેકૉર્ડ તોડ્‍યો હતો. રેકૉર્ડ બનાવ્‍યા તેણે એક ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું કે છેલ્લે મારા પગના ઉપરના ભાગમાં થોડો દુખાવો થયો હતો. આ વર્ષની શરૂઆતમાં પોલૅન્‍ડના વેલેર્જન રોમાનોવ્‍સ્‍કી બરફ ભરેલી ટાંકીમાં ૩ કલાક અને ૨૮ મિનિટ રહ્યો હતો. તેણે અગાઉના બે કલાક ૩૫ મિનિટ અને ૩૩ સેકન્‍ડનો રેકૉર્ડ તોડ્‍યો હતો. જોકે એ પહેલાં તેણે ૬ મહિના સુધી એ માટે તાલીમ લીધી હતી.

(4:05 pm IST)