Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

હવે કાર્ડ વગર ATMમાંથી ‘ફ્રી' પૈસા ઉપાડી શકાશે

RBIનો નવો નિયમ લાગુ : ATM પર છેતરપિંડીની ઘટનાઓમાં ઘટાડો થશેઃ ક્‍લોનિંગ, સ્‍કિમિંગ, એટીએમ મશીન સાથે ચેડાં વગેરેને પણ અટકાવશે

નવી દિલ્‍હી,તા. ૨૦: જો તમે ઘરની બહાર નીકળ્‍યા છો, પરંતુ તમારું ATM કાર્ડ સાથે લાવવાનું ભૂલી ગયા છો. તો પણ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે તમે કાર્ડ વગર પણ ATM મશીનમાંથી રોકડ ઉપાડી શકશો. આરબીઆઈએ આ માટે નિયમો જાહેર કર્યા છે.

ભારતીય રિઝર્વ બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે દેશની તમામ બેંકો અને એટીએમ મશીન ઓપરેટરોએ કાર્ડ વિના રોકડ ઉપાડવાની સુવિધા આપવી પડશે. હાલમાં, દેશની કેટલીક બેંકો તેમની બેંકના ATM મશીનમાંથી કાર્ડ-લેસ રોકડ ઉપાડની સુવિધા આપે છે. ICICI બેંક અને HDFC બેંક આમાં આગળ છે.

બેંકોની આ સેવા હાલમાં માત્ર પર અને આધાર પર ઉપલબ્‍ધ છે. આમાં, બેંકના ગ્રાહકો તેમની પોતાની બેંકના એટીએમ મશીનથી આ સેવાનો લાભ લઈ શકે છે. આરબીઆઈના આ નવા નિયમના અમલ બાદ હવે આ સેવા દેશની તમામ બેંકો અને એટીએમ મશીનો પર ઈન્‍ટરઓપરેબલ થઈ જશે. આનો અર્થ એ છે કે તમે  SBIકે HDFC બેંકના ગ્રાહક હોવ, તમે કાર્ડ વગર કોઈપણ બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકશો.

UPI એ ભારતમાં કેશલેસ ટ્રાન્‍ઝેક્‍શનને પ્રોત્‍સાહન આપવા માટે પોતાનું આગવું સ્‍થાન બનાવ્‍યું છે. તેણે તેની યોગ્‍યતા સાબિત કરી છે અને બજારમાં તેના જેવો કોઈ સસ્‍તો ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન વિકલ્‍પ નથી. હવે આ શ્‍ભ્‍ત્‍ તમને કાર્ડ વગર ATM મશીનમાંથી રોકડ ઉપાડવામાં પણ મદદ કરશે.

હકીકતમાં, આરબીઆઈએ તમામ બેંકો અને એટીએમ ઓપરેટરોને કાર્ડ-લેસ કેશ સુવિધા લાગુ કરવા માટે તેમના એટીએમ મશીનોને UPI સાથે સંકલિત કરવા કહ્યું છે. આ માટે નેશનલ પેમેન્‍ટ્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (NPCI)ને પણ સૂચના આપવામાં આવી છે. આવા વ્‍યવહારોમાં, UPI ગ્રાહકની ઓળખની ખાતરી કરશે. જયારે સેટલમેન્‍ટ એટીએમ નેટવર્ક અથવા નેશનલ ફાઇનાન્‍સ સ્‍વિચ દ્વારા કરવામાં આવશે.

આરબીઆઈએ તેની માર્ગદર્શિકામાં સ્‍પષ્ટ કર્યું છે કે કાર્ડ-લેસ મોડ દ્વારા કરવામાં આવતા તમામ વ્‍યવહારો ફી ફ્રી હશે. જો કે, એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમો સામાન્‍ય કાર્ડ વિથડ્રોઅલની જેમ જ રહેશે. એટલે કે, તમારી બેંક દ્વારા નિર્ધારિત એટીએમ ઉપાડ મર્યાદા એ જ રહેશે.

આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસે એપ્રિલમાં નાણાકીય નીતિ સમીક્ષા દરમિયાન આ સુવિધા વિશે કહ્યું હતું કે આ સેવા ગ્રાહકોની સુવિધાને વિસ્‍તૃત કરશે. તેમજ એટીએમમાં   છેતરપિંડીના બનાવો પણ ઓછા થશે. આનાથી કાર્ડ ક્‍લોનિંગ, સ્‍કિમિંગ, એટીએમ મશીન સાથે ચેડાં વગેરેને પણ ઘણી હદ સુધી અટકાવવામાં આવશે.

(10:04 am IST)