Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

નવી કર વ્યવસ્થામાં પણ એનપીએસના રોકાણ પર છૂટ

આવકવેરાની કલમ ૮૦ સીસીડી(૨) હેઠળ મળી શકે છૂટ

નવી દિલ્હી,તા.૧૮: નવું નાણાંકીય વર્ષ શરૂ થયાને લગભગ બે મહીના થવા આવ્યા છે. તમારે તમારા નોકરી દાતાને માહિતી આપવી પડશે. તમે નવી કે જૂની કઇ કર વ્યવસ્થા સાથે જોડાવા માંગો છો. જો તમે નવી કરવ્યવસ્થા સીલેકટ કરશો તો બધા પ્રકારની છૂટનો લાભ નહીં મળે. પણ શું તમને ખબર છે કે નેશનલ પેન્શન સીસ્ટમ (એનપીએસ) માં કરેલ રોકાપ પર કર છૂટનો લાભ મળતો રહેશે. એનપીએસમાં કરેલ રોકાણ પર તમને આવક વેરા કાયદો ૧૯૬૧ હેઠળ લાભ મળશે.

નેશનલ પેન્શન સીસ્ટમમાં કંપની જે યોગદાન કરે છે તેના પર આવકવેરાની કલમ ૮૦ સીસીડી (૨) હેઠળ છૂટ મળે છે. નવી વ્યવસ્થામાં પણ તે મળશે.

આવકવેરા કાયદા હેઠળ જો કર્મચારી દ્વારા કંપની એનપીએસના ટાયર-૧ ખાતામાં યોગદાન કરે તો કર્મચારીને મૂળ પગાર અને ડીએના ૧૦ ટકા સુધીની છૂટ મળી શકે છે. દાખલા તરીકે તમારી વાર્ષિક આવક ૧૦ લાખ છે અને તમારી કંપની તેના દસ ટકા એટલે કે ૧ લાખ રૂપિયા એનપીએસમાં રોકાણ કરે તો તમને આ રકમ જેટલી છૂટ મળી શકે છે.

પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમે નવી કર વ્યવસ્થા અપનાવી હોય તો ઇપીએફ એનપીએફ અને રીટાયરમેન્ટ ફંડમાં રોકાણ ૭.૫ લાખથી ન વધી જાય નહીંતર ૭.૫ લાખથી વધારાનું જેટલુ રોકાણ હશે તેના પર તમારે ટેક્ષ ભરવો પડશે.

(2:50 pm IST)