Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ચંદ્રાબાબુ નાયડુ વીવીપીએટ મામલે આક્રમક : દિલ્હીમાં કરશે પ્રદર્શન :50 ટકા પર્ચીઓની ગણતરીનો ભાજપનો વિરોધ કેમ ?

અમે અપરાધીઓ સાથે ચૂંટણી લડી છે, જેથી ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટની ગણતરી થવી જોઈએ

નવી દિલ્હી :આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ હાલમાં એનડીએ સિવાયના દળોને એકજુટ કરવાના પ્રયાસમાં છે ત્યારે વીવીપીએટ મામલે પણ આક્રમકઃ વલણ અપનાવશે નાયડૂ મંગળવારે દિલ્હીમાં વીવીપેટને લઈને પ્રદર્શન કરશે

  વીવીપેટને લઈને નાયડૂ આ પહેલા પણ અવાજ ઉઠાવી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે અમે અપરાધીઓ સાથે ચૂંટણી લડી છે, જેથી ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટની ગણતરી ઉપર જોર આપી રહ્યા છે.
  ચંદ્રબાબુ નાયડૂએ કહ્યું હતું કે પર્ચીઓની ગણતરીને લઈને પાર્ટીઓનો વિરોધ હોવો જોઇએ નહીં. પારદર્શી ચૂંટણી માટે લડવાને લઈને હાલમાં જ ટીડીપીની પ્રશંસા થઈ હતી. બીજેપી આ બીજેપી આ વાતનો વિરોધ કેમ કરી રહી છે?

(8:16 pm IST)
  • પંજાબના ગુરદાસપુરમાં મતદાન વેળાએ હિંસા :મતદાન બાદ કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી :ત્રણ જેટલા શખ્સો ઘાયલ :મારામારીની ઘટના બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા access_time 1:37 am IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST

  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST