Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એકિઝટ પોલના પગલે 'આપ' મેદાનમાં: ઇસી સમક્ષ તપાસ માંગી

શું અસલી ખેલ ઇવીએમનો? પૈસા આપી એકિઝટ પોલ કરાયો

નવી દિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણીના રવિવારે સાંજે આવેલા એકિઝટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન રૂપે વાપસી કરવા જઇ રહ્યા છે. એકિઝટ પોલમાં ભાજપના એનડીએને બહુમતી માટે જરૂરી ૨૭૨ સીટોથી વધારે ૩૦૦થી વધારે સીટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. એકિઝટ પોલના પરિણામો બાદ જયા બીજેપી તેને મોદી લહેર બતાવી રહી છે. વિપક્ષ તેને ફગાવી રહ્યો છે.

આ તમામ અટકળો વચ્ચે આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે. આપના રાજય સભા સાંસદ સંજય સિંહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે, 'શું અસલી ખેલ ઇવીએમ છે ? શું પૈસા આપી એકિઝટ પોલ કરવામાં આવ્યો? યૂપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક, દિલ્હી, બંગાળ, દરેક જગ્યાએ ભાજપ જીતી રહી છે. તેના પર કોણ વિશ્વાસ કરશે? તમામ પાર્ટીએ ચૂંટણી પંચને મળી વીવીપેટ-ઇવીએમ ચકાસણીમાં ગરબડી પર તપાસ કરવાની માંગ કરી.'

આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એકિઝટ પોલ્સના પરિણામોને નકારતા ટ્વિટ કર્યું, 'હું એકિઝટ પોલ પર ભરોસો કરતી નથી. આ રણનીતિ અટકળો દ્વારા હજારો ઇવીએમને બદલવા અને તેમા હેરાફેરી કરવા માટે પ્રયુકત થાય છે. હું તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ, મજબૂત, અને સાહસી રહેવાની અપીલ કરું છું'.

નેશનલ કોંગ્રેસ નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એકિઝટ પોલમાં એનડીએની જીતની ભવિષ્યવાણી કરતા ટ્વિટમાં લખ્યું, 'પ્રત્યેક એકિઝટ પોલ ખોટો ન હોઇ શકે. ટીવી બંધ કરવાનો અને સોશિયલ મીડિયાથી લોગઆઉટ થવાનો સમય આવી ગયો છે અને એ જોવાની રાહ જોઇ રહ્યો છું કે ૨૩ (મે) પણ દુનિયા જેમની તેમ ચાલી રહી છે'.(૨૩.૧૯)

(4:12 pm IST)