Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પ.બંગાળમાં ભાજપ ઉમેદવારના નિવાસ ઉપર મોડે સુધી ગુંડાઓના ટોળાએ ફાયરીંગ-બોંબ ફેંકયા

પશ્ચિમ બંગાળનાં બારાકપોર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન સીંઘના મકાન ઉપર ગઇ મોડી સાંજે ર૦૦ જેટલા ગુંડાઓએ હૂમલો કર્યાનું ઓપીનીયન પોસ્ટ મેગેઝીનના તંત્રી ડો. મનીશકુમાર (@drmanish kumar1) એ ટવીટ કરી વિગતો આપી છે. તેમણે લખ્યું છે કે અર્જુનસીંઘના કુટુંબીઓ મોડે સુધી ઘરની અંદર હતાં. ગુંડાઅ તત્વોના ટોળાએ પોલીસની નજર સમક્ષ પથ્થરમારો, ગોળીબારો અને દેશી બોંબ ફેંકવાના ચાલુ રાખેલ. બંગાળ પોલીસે મકાનને કોર્ડન કરી લીધું છે અને તેમના રક્ષણ હેઠળ ગુંડાઓ હૂમલો કરી રહ્યા  છે.  મોડે સુધી હૂમલા ચાલુ હતાં. એક સલામતી જવાન ઘવાયો છે.

(4:11 pm IST)