Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

દેશમાં પ્રિમોન્સુન વરસાદમાં પણ ૨૧ ટકા ઘટ

૧ માર્ચથી ૧૫ મે સુધી ૭૫.૯ મી.મી. વરસાદ પડયોઃ જો કે આ વખતે ભીષણ ગરમી પડી

નવીદિલ્હી,તા.૨૦: ચોમાસા પહેલાનો વરસાદ પ્રિમોન્સુન વરસાદ કહેવાય. જેમાં આ વર્ષે ૨૧ ટકાનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે આંકડા જારી કર્યા છે. જેમાં દેશભરમાં ૧ માર્ચથી ૧૫ મે સુધી ૭૫.૯મી.મી. વરસાદ થયો છે. સામાન્ય રીતે સરેરાશ ૬૯.૮ મી.મી. વરસાદ થતો હોય છે.

હવામાન વિભાગ કહે છે કે ૧ માર્ચથી ૨૪ એપ્રિલ સુધી ૨૭ ટકા ઓછો વરસાદ થયો. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં થયેલ વરસાદના લીધે ખાદ્ય પૂરી થઈ ગઈ. દક્ષિણ પશ્ચિમ  ચોમાસુ અંદામાનના દરીયામાં પહોંચી ગયું છે. દક્ષિણ ભારતના રાજયોમાં ૪૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે સૌથી ઓછા વરસાદવાળુ રાજય બન્યું છે. દક્ષિણ પશ્ચિમ, ઉત્તર ભારત તમામ રાજય આવે છે. ૩૬ ટકા ઓછો વરસાદ થયો છે. પૂર્વ અને પૂર્વોતર ભારત ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા સહિતના રાજયોમાં પણ વરસાદનું પ્રમાણ ઓછુ છે.

મધ્ય ભારતના મહારાષ્ટ્ર, ગોવા, છતિસગઢ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પ્રિમોન્સુન વરસાદની ઘટ જોવા મળી નથી.

જોકે ૧માર્ચથી ૨૪ એપ્રિલ દરમ્યાન સામાન્યથી પાંચ ટકા ઓછો વરસાદ થયો. આ સમયગાળા દરમ્યાન ભીષણ ગરમી પડી. મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પાણીનું સ્તર સાવ તળીયે પહોંચી ગયું હતું.

(3:56 pm IST)