Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

હવે રેલવે મુસાફરોને ટ્રેનની ટિકિટ ઉધારમાં પણ આપશે

યાત્રીને ૧૪ દિવસમાં નાણાં ચૂકવવાના રહેશે : જો ૧૪ દિવસમાં ભાડુ નહી ચૂકવાય તો આઇઆરસીટીસી ભાડા ઉપરાંત દંડ પણ વસૂલ કરશે : યાત્રીને થયેલ રાહત

અમદાવાદ,તા. ૨૦ :     રેલ્વે તંત્ર દ્વારા હવે ટ્રેનમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને બહુ મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે હવે રેલ્વે તંત્ર મુસાફરોને ટ્રેનની મુસાફરી માટે ટિકિટ ઉધારમાં આપશે એટલે કે, ટિકિટના પૈસા મુસાફરી પહેલા કે એ વખતે નહી ચૂકવવા પડે પરંતુ ૧૪ દિવસની અંદર ટિકિટના પૈસા પ્રવાસીએ રેલ્વે તંત્રને ચૂકવી દેવાના રહેશે. જો પ્રવાસી આ ૧૪ દિવસની નિયત સમયમર્યાદામાં ટિકિટના પૈસાની ચૂકવણી નહી કરે તો, રેલ્વે તંત્ર દ્વારા ભાડા ઉપરાંત દંડ અને સાડા ત્રણ ટકા એકસ્ટ્રા સર્વિસ ચાર્જની વસૂલાત પણ કરશે.          ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા બુક નાઉ, પે લેટરની એક અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને રેલવે ઉધારમાં ટિકિટ આપશે. જ્યારે મુસાફરોએ ૧૪ દિવસની અંદર ટિકિટના પૈસા ચૂકવવાના રહેશે. આ યોજના અંતર્ગત પ્રવાસીઓએ ટ્રેનની ટિકિટ બુક કરતા સમયે ભાડું નહીં ચૂકવવું પડે. પરંતુ ટિકિટ બુકિંગના ૧૪ દિવસમાં સ્વેચ્છિક રીતે ભાડું ચૂકવી શકે છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ સુવિધા માત્ર જનરલ રિઝર્વેશન માટે ઉપલબ્ધ હતી. બુક નાઉ પે લેટર યોજના અંતર્ગત મુસાફરોએ યાત્રાના પાંચ દિવસ પહેલા ટિકિટ બુક કરાવી પડશે, તેમજ ટિકિટ ખરીદયાના ૧૪ દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે. આ ભાડા ઉપરાંત મુસાફરોએ ૩.૫ ટકા એકસ્ટ્રા સર્વિસ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે. જો ૧૪ દિવસ દરમિયાન ભાડું નહીં ચૂકવાય તો  આઇઆરસીટીસી ભાડા ઉપરાંત દંડ પણ વસુલ કરશે. રેલવે વિભાગે આઇઆરસીટીસી  વેબસાઈટના માધ્યમથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આઇઆરસીટીસી દ્વારા આ યોજના અંતર્ગત કેટલીક ખાનગી બેંકો સાથે ટાઈઅપ પણ કરવામાં આવ્યુ છે. ટિકિટ બુક કરનાર મુસાફરની ક્રેડિટ હિસ્ટ્રી, ઓનલાઈન પેમેન્ટ્સ અને ડિજીટલ ફૂટપ્રિન્ટના આધારે ટિકિટ ઉધાર આપવામાં આવશે. જો કે, રેલ્વે તંત્રની આ યોજના અને પ્રવાસીઓને રાહતભર્યા નિર્ણયને લઇ ટ્રેનમાં મુસાફરી કરતાં લાખો પ્રવાસીઓમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે.

(7:34 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST