Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સોનામાં કડાકોઃ ૧૦ ગ્રામે ૪૦૦ રૂ. તૂટયા

સોનાના ભાવ ૩૩૦૦૦ રૂ. હતા તે ઘટીને ૩ર૬૦૦ રૂ. થઇ ગયાઃ ચાંદીમાં પણ પ૦૦ રૂ. ઘટયા

રાજકોટ, તા., ર૦: બુલીયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ૧૦ ગ્રામે ૪૦૦ રૂ. અને બિસ્કીટે ૪૦૦૦ રૂ. નિકળી ગયા હતા.

બુલીયન માર્કેટમાં આજે બજારો ખુલતાની સાથે જ સોનાના ભાવમાં એક જ ઝાટકે ૪૦૦ રૂ. તૂટી ગયા હતા. ગત શનીવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામનો ભાવ)  ૩૩,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૩ર,૬૦૦ રૂ. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ૪૦૦૦ રૂ.નું ગાબડું પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામનો ભાવ) ૩૩૦૦૦૦ હતા તે ઘટીને ૩,ર૬,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ નરમાઇ જોવા મળી હતી અને પ૦૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો. ચાંદી-ચોરસા (૧કીલોનો ભાવ) ૩૭,પ૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૩૭૦૦૦ રૂ. થઇ ગયા હતા.

(3:46 pm IST)