Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કાળા હરણમાં ફરી સળવળાટ : ફિલ્મી હસ્તીઓને નોટીસો

જયપુર તા. ૨૦ : કાળા હરણની હત્યાના ૨૦ વર્ષ જુના મામલે રાજસ્થાન હાઇકોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે. ખરેખર સીજેએમ અદાલત ઘ્વારા તેમને છોડી મુકવાના નિર્ણય સામે સરકારે અરજી કરી હતી. આ મામલે ૮ અઠવાડિયા પછી સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૮ દરમિયાન ફિલ્મ હમ સાથ સાથ હૈ ફિલ્મની શૂટિંગ સમયે સલમાન ખાન પર બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ દરમિયાન સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંત સિંહ તેમની સાથે હતા.આ દરમિયાન ગ્રામીણોએ બે કાળા હરણના શબ મેળવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણને ગોળી મારવાનો અને સૈફ અલી ખાન સહીત ત્રણે અભિનેત્રીઓ પર તેને ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો. વર્ષ ૨૦૧૭ દરમિયાન આ મામલે જોધપુર હાઇકોર્ટે સલમાન ખાનને ૫ વર્ષ જેલની સજા સંભળાવી હતી, પરંતુ બે દિવસ પછી તેને જામીન પર છોડી મુકવામાં પણ આવ્યો હતો.

(3:45 pm IST)
  • બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર :બાર માલિક સહિત 11 લોકોનાં મોત: ઉત્તર બ્રાઝીલના બેલેમ શહેરનાં એક બારમાં બંદૂકધારીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો access_time 12:53 am IST

  • કચ્છના ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ : બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન આ ઘુષણખોરોને ઝડપી લીધા હતાઃ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ access_time 4:05 pm IST

  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST