Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મોદીને પ્રમોટ કરવા માટે ડિઝાઈન કરાયા છે એક્ઝીટ પોલ:કોંગ્રેસે એક્ઝિટ પોલ ફગાવ્યા

આ એક્ઝીટ પોલના નંબર ક્યાંથી આવે છે. :અમે ચૂંટણી દરમિયાન ઘણી યાત્રા કરી, જમીની હકીકત એકદમ અલગ છે

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા છે અને તેમાં એક વાર ફરીથી એનડીએ સરકારને પૂર્ણ બહુમત આપવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસે જોરદાર હુમલો કર્યો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યુ કે એવુ લાગે છે કે આ એક્ઝીટ પોલ એ રીતે બનાવવામાં આવ્યા છે જેથી મોદી સરકારને પ્રોત્સાહન મળે. વળી, આ એક્ઝીટ પોલ વિશે ભાજપનું કહેવુ છે કે એક્ઝીટ પોલના પરિણામો દેશની જનતાના મૂડને દર્શાવી રહ્યા છે. જે દેશની જનતાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ, તેને જ આ એક્ઝીટ પોલ બતાવી રહ્યા છે.

પ્રમોદી તિવારીએ કહ્યુ કે અમને ખબર નથી કે આ એક્ઝીટ પોલના નંબર ક્યાંથી આવે છે. અમે ચૂંટણી દરમિયાન ઘણી યાત્રા કરી, જમીની હકીકત એકદમ અલગ છે. આપણે 23 મેના રોજ આવનાર વાસ્તવિક પરિણામો પર ભરોસો કરવો જોઈએ કારણકે આ પહેલા પણ એક્ઝીટ પોલ ઘણી વાર ખોટા સાબિત થયા છે.

(1:47 pm IST)