Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ક્યાં સુધી હિન્દુઓની લાગણી દુભાવ્યે રાખશો? : ફરિયાદ થાય એટલે માફી માંગી લઇ ફરી પાછું શરમજનક કૃત્ય ? : ઓનલાઇન વેચાણ કરતી ઈ-જાયન્ટ એમેઝોન વિરુધ્ધ હિન્દુઓનો આક્રોશ : બાથરૂમ ટાઇલ્સ, સાદડી ,સહિતની ઘર વપરાશની ચીજો ઉપર હિન્દૂ દેવી દેવતાઓના ફોટાઓ મુકવાનું હજુ પણ ચાલુ

યુ.એસ.: બાથરૂમ ટાઇલ્સ, સાદડી ,સહિતની ઘર વપરાશની ચીજો ઉપર હિન્દૂ દેવી દેવતાઓના ફોટાઓ મુકવાનું હજુ પણ ચાલુ રાખી ફરિયાદ થાય ત્યારે માફી માંગી લેતી ઈ-જાયન્ટ કંપની એમેઝોન વિરુદ્ધ હિન્દુઓએ  ટવીટરના માધ્યમથી આક્રોશ વ્યક્ત કરવાનું ચાલુ કરી દીધું છે.તથા કંપની દ્વારા વેચાતી આવી પ્રોડક્ટના ફોટાઓ ટવીટરના માધ્યમથી રજુ કરી કંપનીની પ્રોડક્ટનો બોયકોટ કરવા લોકમત મેળવવાનું ચાલુ કરી દીધું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:10 pm IST)