Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

એક્ઝિટ પોલના પરિણામ એકવાર નહિ ઘણી વાર ખોટા સાબીત થયા છે : આપ નેતા સંજયસિંહ

2004માં બહુ ખરાબ રીતે ખોટા,2013 અને 2015માં દિલ્હી વિધાસનભા વેળાએ સંપૂર્ણપણે ખોટા પુરવાર થયેલા

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યુ કે એક વાર નહિ પરંતુ ઘણી વાર એક્ઝીટ પોલના પરિણામો ખોટા સાબિત થયા છે. સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામો 2004માં બહુ ખરાબ રીતે ખોટા સાબિત થયા હતા. 2013, 2015માં પણ દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન એક્ઝીટ પોલના પરિણામ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા હતા

  સંજયસિંહે કહ્યું કે . દિલ્લી અને બિહારના એક્ઝિટ પોલના પરિણામો ખોટા સાબિત થયા. વળી, છતીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ એક્ઝીટ પોલના આ જ હાલ થયા. ત્રણ જ રાજ્યોમાં એક્ઝીટ પોલ અનુસાર ભાજપની સરકાર બની રહી હતી જ્યારે પરિણામ આનાથી અલગ સાબિત થયા હતા

   સંજય સિંહે કહ્યુ કે એક્ઝીટ પોલના પરિણામોના આધારે કંઈ પણ કહેવુ ખોટુ છે. આપણે 23 મેની રાહ જોવી જોઈએ જ્યારે ચૂંટણીના ખરા પરિણામો સામે આવશે. સંજય સિંહે કહ્યુ કે આમ આદમી પાર્ટી દિલ્લીમાં બધી 7 સીટો પર જીત મેળવેશે. જ્યારે પંજાબના પરિણામો ચોંકાવનારા હશે. માત્ર સંજય સિંહ જ નહિ પરંતુ વિપક્ષના તમામ નેતાઓએ એક્ઝીટ પોલના પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામોની ઘોષણા 23મેના રોજ થશે.

(11:51 am IST)