Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કયા કયા મુદાઓને કારણે એનડીએને એકઝીટ પોલે ૩૦૦ ઉપર બેઠકો બતાડી?

સરકારના એવા કયા કાર્યો જેણે લોકોનું મન મોહી લીધુ?

નવી દિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણી ૨૦૧૯ના તમામ તબક્કાનું મતદાન થઈ ચૂકયું છે. ચૂંટણીને લઈને રવિવાર સાંજે આવેલા News18-Ipsos Exit Pollમાં ફરી એકવાર એનડીએને પૂર્ણ બહુમતી મળતું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન મોદી સરકાર અનેક મુદ્દાઓને લઈને વિપક્ષના નિશાના પર રહ્યું છે. પરંતુ, સરકારે અનેક એવા કાર્ય કર્યા છે, જેણે સામાન્ય જનતાના મનમાં સારી છાપ છોડી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ સરકાર તરફથી કરવામાં આવેલા કાર્ય જેને કારણે એકિઝટ પોલ્સમાં એનડીએની સીટોને ૩૦૦ને પાર પહોંચાડી દીધી છે. મોદી સરકારે જયારે નોટબંધીનું પગલું ઉઠાવ્યું તો તેની પર સૌથી વધુ વિવાદ જોવા મળ્યો. કારણ કે, તે સમયે ૧૫.૪૧ લાખ કરોડ રૂપિયાની નોટો બંધ થઈ હતી અને તેમાંથી ૧૫.૩૦ લાખ કરોડ રૂપિયાની નોટ સિસ્ટમાં પરત આવી ગઈ. એકસપર્ટ્સનું માનવું છે કે તેના કારણે દેશમાં ઇનકમ ટેકસ ભરનારાઓની સંખ્યામાં વધારો થયો. જે પૈસા પહેલા રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં લાગતા હતા, તે મ્યૂચૂઅલ ફંડ તરફ પણ આવ્યા.

મોદી સરકાર તરફથી જે સૌથી મોટું રિફોર્મ થયું તે જીએસટી હતું, કારણ કે ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની સરકારે તેને લઈને એક કમિટી બનાવી હતી અને તેના ૧૮ વર્ષ બાદ મોદી સરકારમાં તેને લાગુ કરવામાં આવ્યું. જીએસટીને યૂપીએ વન અને યૂપીએ ટુ દ્વારા લાગુ નહોતું થઈ શકયું. સૌથી ઝડપથી જીએસટી લાગુ કરવાનો શ્રેય પણ મોદી સરકારને જાય છે.

૧૯૯૪માં ઓમકાર ગોસ્વામીની એક સમિતિ હતી, જેણે તેની પહેલીવાર ચર્ચા કરી હતી. પરંતુ, મોદી સરકારે ૨૫ વર્ષ બાદ બેંકરપ્સી કાયદો બનાવ્યો. આ કાયદા હેઠળ ગયા વર્ષે ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન ૭૦ હજાર કરોડ રૂપિયાની રિકવરી થઈ છે. રિકવરીનો રેટ પણ દ્યણો સારો રહ્યો છે. જો ૧૦૦ રૂપિયાની લોન અકાઉન્ટ કયાંક ફસાઈ હતો તો ૪૩ રૂપિયા પરત આવી ગયા.

બિલ્ડર્સના મનસ્વી વલણ પર લગામ લગાવનારો કાયદો રેરા. આ મોદી સરકાર તરફથી લાવવામાં આવેલું દ્યણું મોટું રિફોર્મનું પગલું હતું. ત્યારબાદ હવે લોકોને સમય પર દ્યર મળવા લાગ્યા છે.

ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એક એવો રિફોર્મ હતો, જેના વિશે સામાન્ય લોકોને ખાસ જાણકારી નહોતી. પરંતુ આઝાદી બાદ નરેન્દ્ર મોદીની આ એવી પહેલી સરકાર હતી, જેણે આરબીઆઈને એક મોંઘવારીનો ટાર્ગેટ આપ્યો. તેની અસર એ થઈ કે જયાં યૂપીએના સમયમાં દેશે ૧૫ ટકા સુધી મોંદ્યવારી જોઈ. જયારે મોદી સરકાર બની તો રિટેલ ઇન્ફ્લેશનનો દર ૯ ટકા હતો. પરંતુ હાલમાં મોંઘવારીનો દર ત્રણ ટકા છે. છેલ્લા ત્રણ વર્ષોથી દેશમાં ૫ ટકાથી વધુ મોંઘવારી નથી જોવા મળી.

તેના આધાર પ સરકારી બેંકોમાં ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું. તેની પર એવું પણ કહેવામાં આવે છે કે જો તે પહેલા જ થઈ જતુ્ર તો દેશ માટે સારું થાત.

(11:32 am IST)
  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST

  • જોધપુર જિલ્લાના મેલાણા ગામે બોરવેલમાં ચાર વર્ષની બાળકી પડી ગઈ :બાળકીનો અવાજ બોરવેલમાંથી આવી રહ્યો છે : ઘટનાસ્થળે એસડીઆરએફની ટીમ મદદે પહોંચી :મોટી સંખ્યામાં બચાવકર્મીઓ બાળકીને બહાર કાઢવા મહેનત access_time 12:48 am IST

  • નરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST