Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મંગળવારે એનડીએના નેતાઓની બેઠક :તમામને દિલ્હી બોલાવાયા :રણનીતિ ઘડાશે

એક્ઝિટ પોલ બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો :એનડીએ કેન્દ્રમાં નવી સરકાર બનાવવા તરફ

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ જાહેર થતા એનડીએને બહુમતી મળ્યાનો દાવો કરાય છે ત્યારે હવે એનડીએના લીડર્સ 21મીએ બેઠક કરશે, આ બેઠક માટે તમામ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 23 મેએ આવનારા પરિણામને ધ્યાને રાખી આગળની રણનીતિ પર વાત કરવામાં આવશે. જો કે બેઠકની આગેવાની કોણ કરશે તે હાલ જાણવા મળ્યું નથી.

    એક્ઝિટ પોલના પરિણામમાં એનડીએને રેકોર્ડબ્રેક જીત મળી રહી છે, અનુમાન છે કે લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં 336 સીટ મળી શકે છે. તો યુપીએ માત્ર 82 સીટ પર જ સમેટાઇ જશે. અન્યને 124 સીટ પર જીત મળવાની આશા છે. જ્યાં એનડીએને કુલ શેર અંદાજે 48.5 ટકા રહેવાની આશા છે. યુપીએને 25 ટકા પર જ સંતોશ માનવો પડશે

(12:00 am IST)