Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

રાજસ્થાનઅને ગુજરાતમાં ભાજપ છવાયું :કોંગ્રેસને નહિવત બેઠક મળશે :

ઇન્ડિયા ટુડે મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસને વધુમાં વધુ બે બેઠક ગુજરાતમાં માત્ર એક સીટ મળશે

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ રાજસ્તાનમાં કોંગ્રેસને 0-2 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને 23-25 સીટ મળવાનું અનુમાન છે. ટાઈ્ નાઉ વીએમઆર મુજબ રાજસ્થાનમાં ભાજપને 21 અને કોંગ્રેસને 4 સીટ મળી રહી છે.

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની 26 લોકસભા સીટમાંથી કોંગ્રેસને 0-1 સીટ મળવાનું અનુમાન છે જ્યારે ભાજપને 25-26 સીટ મળવાનું અનુમાન છે. આજતક એક્સિસના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 25-26 જ્યારે કોંગ્રેસને 0-1 સીટ મળી શકે છે. ન્યૂઝ 24-ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 26માંથી 26 સીટ મળી રહી છે.

(12:00 am IST)