Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમરિન્દરસિંહ અને નવજોત સિદ્ધૂ વચ્ચે ખેંચતાણ ચરમસીમા પર

નવજોત સિદ્ધૂ તેમને મુખ્યમંત્રીથી દૂર કરવા ઇચ્છુક : કેપ્ટન અમરિન્દરસિંહ : નવજોત સિદ્ધૂ મહત્વકાંક્ષી હોવા માટેની વાત કરી : પટિયાલામાં મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ અમરિન્દરસિંહની પ્રતિક્રિયા

પટિયાલા,તા.૧૯ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને રાજ્યના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધૂ વચ્ચે ખેંચતાણ ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ટિકિટ ન મળવા પર સિદ્ધૂના પત્નિ નવજોત કૌર સિદ્ધૂએ કેપ્ટનની સામે નારાજગી વ્યક્ત કરી હતી. આને લઇને સિદ્ધૂએ પણ સમર્થન કર્યું હતું. બીજી બાજુ મુખ્યમંત્રી અમરિન્દરે હવે સિદ્ધૂને મહત્વકાંક્ષી ગણાવીને કહ્યું છે કે તેમને દૂર કરીને નવજોત સિદ્ધૂ મુખ્યમંત્રી બનવા માટે ઇચ્છુક ચે. આના માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. પંજાબની ૧૩ લોકસભા સીટ પર આજે મતદાન યોજાયું હતું. આ ગાળા દરમિયાન કેપ્ટન અમરિન્દરસિંહે પટિયાલામાં પોલિંગ બુથ નંબર ૮૯ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ નવજોત સિદ્ધૂનો ઉલ્લેખ કરતા અમરિન્દરસિંહે કહ્યું હતું કે, નવજોત સિદ્ધૂ સાથે તેમનું કોઇ શાબ્દિક યુદ્ધ નથી. જો નવજોત સિદ્ધૂ મહત્વકાંક્ષી છે તો આમા કોઇ ખોટું નથી. લોકો મહત્વકાંક્ષા ધરાવે છે. તેમની સાથે તેમના કોઇ મતભેદ નથી. નવજોત સિદ્ધૂ તેમને દૂર કરવા ઇચ્છુક છે. તેમની તકલીફ પણ આ જ રહેલી છે. નવજોત કૌરે અગાઉ આક્ષેપ કરતા કહ્યું હતું કે, અમરિન્દરસિંહના કારણે નવજોત સિદ્ધૂને અમૃતસરની સીટ ઉપર ટિકિટ મળી શકી નથી. નવજોત કૌરે એમ પણ કહ્યું હતું કે, અમરિન્દર અને પાર્ટી મહાસચિવ આશાસિંહે એવી ખાતરી કરી હતી કે, નવજોત સિદ્ધૂને કોઇપણ કિંમતે અમૃતસરમાંથી ટિકિટ મળવી જોઇએ નહીં. નવજોતે પણ અમૃતસરમાં વાતચીત કરતા કહ્યું હતું કે, કેપ્ટન અને આશાકુમારી વિચારે છે કે, મેડમ સિદ્ધૂ સંસદીય સીટ ઉપર ટિકિટ મેળવવા માટે હકદાર નથી. તેમને અમૃતસરમાંથી ટિકિટ એટલા માટે આપવામાં આવી નથી કે ગયા વર્ષે અમૃતસરમાં દશેરા રેલી દરમિયાન લોકોની નારાજગીના કારણે તેઓ જીતી શકશે નહીં. પંજાબમાં પ્રવાસ અને સાંસ્કૃતિક મંત્રી નવજોત સિદ્ધૂએ જ્યારે પત્નિના આક્ષેપો અંગે પુછવામાં આવ્યું ત્યારે પુછવામાં આવ્યું હતું કે, તેમના પત્નિ નૈતિકરીતે એટલા મજબૂત છે કે, તે ક્યારે ખોટા નિવેદન કરશે નહીં. અમૃતસરમાંથી કોંગ્રેસે વર્તમાન સાંસદ ગુરજિતસિંહને શિરોમળી અકાળી દળ-ભાજપના ઉમેદવાર હરદીપસિંહ સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર હોવાથી કોંગ્રેસની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગેલી છે. આવી સ્થિતિમાં આ વખતે પંજાબના પરિણામ શું રહેશે તેની ચર્ચા જોવા મળી રહી છે.

 

(12:00 am IST)