Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

પેટ્રોલના ભાવમાં ભડકો :લિટરે 76,24 રૂપિયાની રેકોર્ડ સપાટીએ : ડીઝલના ભાવ પણ ટોચે આંબ્યો : 67,57 રૂપિયા પ્રતિ લિટરે થયો

ઇંધણના વધતા ભાવ મામલે સ્થાયી સમાધાન કાઢવા સરકાર પ્રયાસ કરતી હોવાનો સંકેત

નવી દિલ્હી :પેટ્રોલનાં ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલની કિંમત 76.24 રૂપિયા પ્રતિ લિટરની રેકોર્ડ સપાટીએ પહોંચી છે.પેટ્રોલની સાથોસાથ ડીઝલ 67.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જે અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર છે. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવમાં 33 પૈસા પ્રતિ લીટર તથા ડીઝલનાં ભાવ 26 પૈસા પ્રતિલીટરે વધારો થયો છે પેટ્રોલિયમ કંપનીનાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલોની કિંમતોમાં ચાર અઠવાડીયાથી આવેલી તેજીનો બોઝ ગ્રાહકો પર નાખવાનો નિર્ણય કર્યો છે.

  અલબત્ત સરકારે આગામી સમયમાં ભાવમાં ઘટાડો કરાશે.એવો સઁકેટ આપ્યો છે સરકાર આ મુદ્દે સ્થાયી સમાધાન કાઢવા માટેનો પ્રયાસ પણ કરી રહી છે.પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં વધારાનાં મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકાર ટુંકમાં જ તેનો ઉકેલ લાવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઇરાન સાથે થયેલા ન્યુક્લિયર ડીલમાંથી હાથ ખેંચ્યા છે,ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે. દિલ્હીનાં ભાવ તમામ મહાનગરો તથા મહત્તમ રાજ્યો રાજધાનીની તુલનામાં સૌથી ઓછા છે. દિલ્હીનાં પેટ્રોલનાં ભાવ અત્યાર સુધીની હાઈ સપાટી પર પહોંચી ચુક યા છે. આ અગાઉ 14 સપ્ટેમ્બર,2013નાં દિવસે તે 76.06 રૂપિયા પ્રતિ લિટર થયો હતો. 

(5:53 am IST)