Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કર્ણાટકમાં સરકાર બનતા પહેલા સતાની વહેંચણીમાં ડખ્ખા ?!!

ખડગેએ કહ્યું અમે મોટી પાર્ટી સત્તામાં રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો હિસ્સો મળવો જોઈએ

નવી દિલ્હી :કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બનતા પહેલા જ ડખ્ખો થાય તેવા સંકેતો મળે છે કર્ણાટકમાં સત્તાની વહેંચણીમાં હજી કેટલાક અન્ય પન્ના ખુલવાનું બાકી છે. કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે અત્યાર સુધી સરકાર રચવાના મુદ્દે સ્પષ્ટતા નહી થઇ જાય ત્યાં સુધી ત્યાં અન્ય ટર્ન અને ટ્વીસ્ટ જોવા મળી શકે છે

  કોંગ્રેસની તરફથી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની તરફથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર બનાવવા અંગે નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે. અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ. જેડીએસને અમે સમર્થન આપ્યું છે, જે એક ક્ષેત્રીય પાર્ટી છે. તમામ મુલ્યોને ધ્યાનમાં રાખીને અમને સત્તામાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે હિસ્સો મળે તે ગણીત પર પણ ધ્યાન રાખવું પડશે. 

અગાઉ સુત્રો અનુસાર કહેવામાં આવ્યું કે, જેડીએસ અને તેનાં સહયોગી દળોનાં 37 ધારાસભ્યોમાંથી 20ને નવી સરકારમાં મંત્રીપદ આપવામાં આવશે. જ્યારે 78 સીટ જીતનારી કોંગ્રેસને માત્ર 12 મત્રીઓથી જ સંતોષ માનવો પડશે. અગાઉ જેડીએસનાં કુમાર સ્વામીએ કહ્યું કે તેઓ શપથ લેવાનાં 24 કલાકની અંદર પોતાની બહુમતી સાબિત કરી દેશે. કુમાર સ્વામી સોમવારે કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી આવી રહ્યા છે. જો કે કહેવાઇ રહ્યું છે કે તેઓ અહીં આ દરમિયાન સરકારનાં સ્વરૂપ કેવું હશે, તે અંગે ચર્ચા કરશે. 

(9:41 pm IST)