Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ક્યુબામાં વિમાન દુર્ઘટનામાં 110 લોકોના મોત : બે દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર

ક્યુબામાં વિમાન દુર્ઘટનામાં 110 લોકોના મોત નિપજ્યા છે. શનિવારે એક 39 વર્ષ જૂનુ પ્લેન ક્રેશ થઈ ગયુ છે. જેમા ક્યુબાની સરકારે 110 લોકોના મોતની પૃષ્ટિ કરી છે આ દુર્ઘટના ક્યુબાની રાજધાની હવાનાના હોઝે માર્ટી એરપોર્ટ પર બની છે. આ ક્યુબાની સરકારી એયરલાઈન ક્યૂબાના ડે એવિએશન નું બોઈંગ 737 વિમાન હતુ.

   વિમાન હવાનાથી હોલગન જઈ રહ્યુ હતુ. તેમાં ક્રૂ મેમ્બર સહિત 110 લોકો સવાર હતા.આ ઘટનામાં તમામ લોકોના મોત નિપજ્યા છે. ક્યૂબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાઝ કનેલે ઘટનાસ્થળ પર પહોંચી શોક વ્યક્ત કર્યો હતો.

મેક્સિકન અધિકારીઓનું કહેવુ છે કે આ વિમાન 1979માં બન્યુ હતુ અને ગયા વર્ષે નવેમ્બરમાં તેની તપાસ કરવામાં આવી હતી. મેક્સિકન કંપની એરોલાઈન્સ દામોજે ક્યૂબાની સરકારી વિમાન કંપની ક્યૂબન ડી એવિયેશનને આ વિમાન ભાડે આપ્યુ હતુ. ક્યૂબામાં 1980 બાદ થનારી સૌથી મોટી વિમાની દુર્ઘટના છે. વિમાન દુર્ઘટના બાદ ક્યૂબામાં 2 દિવસીય રાષ્ટ્રીય શોકની જાહેરત કરી છે.

(5:54 pm IST)